હવે અંગ્રેજોની ખેર નહીં, રોહિતે રવિન્દ્ર જાડેજા સહિત આ 3 ઘાતક ખેલાડીઓને બોલાવ્યા રાજકોટ…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ ટેસ્ટ સિરીઝની બીજી મેચ તાજેતરમાં વિશાખાપટનમ ખાતે રમાઈ રહી હતી આ મેચ હાલમાં પૂર્ણ થઈ છે. ભારતીય ટીમે બીજી મેચમાં શાનદાર વિજય મેળવ્યો છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે. હાલમાં તમામ ખેલાડીઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે. આ પહેલા કેપ્ટન રોહિત શર્માએ એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે.

પ્રથમ બંને ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમને ઘણી મુસીબતનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ મેચમાં હાર પણ મળી હતી. હવે ત્રીજી મેચ જીતીને ભારતીય ટીમ આ સિરીઝમાં લીડ મેળવવા ઈચ્છે છે. આવા કારણસર રોહિતે તાત્કાલિક રવિન્દ્ર જાડેજા સહિત આ ત્રણ સુપર સ્ટાર ખેલાડીઓને રાજકોટ બોલાવ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે આ ત્રણેય સુપર સ્ટાર ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પ્રથમ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તેની કારણે તેને આરામ આપવામાં આવ્યો હતો. હાલમાં તે રમવા માટે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યો છે. તેના રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે. તે ટૂંક સમયમાં જ ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળશે. આવી સ્થિતિમાં તે ફરી એક વખત બોલિંગ અને બેટિંગ બંનેમાં કહેર મચાવશે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ પણ વાપસી કરતો જોવા મળશે. તે પણ પ્રથમ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. હાલમાં તે પણ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. જેથી તેને પણ સ્થાન આપવામાં આવશે તે નક્કી છે. રાહુલ અત્યાર સુધી ટીમ માટે ઘણો મહત્વનો રહી ચૂક્યો છે. પ્રથમ મેચમાં તેણે ઘણા રન પણ બનાવ્યા હતા. જેથી ત્રીજી મેચમાં પણ તે મેચ વિનર સાબિત થઈ શકે છે.

આ બંને ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ ત્રીજી મેચમાં રમતો જોવા મળશે. એક ફાસ્ટ બોલર તરીકે તે પ્રથમ મેચમાં રમતો જોવા મળ્યો હતો પરંતુ તેને આરામ આપવામાં આવ્યો હતો. તેથી બીજી મેચમાં રમી શક્યો નહોતો. હાલમાં ફરી એક વખત તેની એન્ટ્રી થઈ ચૂકી છે. આ ત્રણેય ખેલાડીઓ સાથે રોહિત શર્મા ત્રીજી મેચમાં મેદાને જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *