બુમરાહ અને શમીથી પણ વઘુ ઘાતક બોલરને ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન…

સાઉથ આફ્રિકા પ્રવાસમાં કારમી હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ વન-ડે મેચ રમશે. તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. લાંબા સમય બાદ ઘણા ખેલાડીઓની આ સિરીઝમાં વાપસી થઇ છે.

આફ્રિકા પ્રવાસ પહેલા રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હોવાને કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર રહ્યો હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેની વાપસી થઈ છે. ફરી એકવાર રોહિત શર્મા ભારતીય ટીમના કેપ્ટન તરીકે જોવા મળશે. આ ઉપરાંત કેએલ રાહુલને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ઘણા ખેલાડીઓને તક આપવામાં આવી છે, પરંતુ આ ઘાતક બોલરને સામેલ કરવામાં આવ્યો નથી. ઘણા લાંબા સમયથી બહાર રહેલો આ ઘાતક બોલર યોર્કર બોલ ફેંકવાની કળા ધરાવે છે. તેની પાસે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જેવી ખતરનાક બોલિંગ પણ છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ટીમ ઈન્ડિયાનો ઘાતક બોલર ટી નટરાજન છેલ્લા ઘણા સમયથી બહાર રહ્યો છે. નટરાજનને ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તક આપવામાં આવી નથી. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ખેલાડીને બુમરાહ પછી બીજો યોર્કર ર્કિંગ માનવામાં આવે છે.

નટરાજન પોતાની ઇજા અને ફિટનેસને કારણે છેલ્લા ઘણા સમયથી પરેશાન જોવા મળ્યો છે. આ ઉપરાંત તેને આઈપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે જાળવી રાખ્યો નથી. આ ખેલાડીને સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવતો નથી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેનું નામ સંભળાતું નથી. આ પરથી કહી શકાય કે આ ખેલાડીને પસંદગીકારો યાદ પણ કરતા નથી.

ટી નટરાજને આઈપીએલની 24 મેચોમાં 20 વિકેટ લીધી છે. આ ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદ ઉપરાંત પંજાબ કિંગ્સ તરફથી પણ રમી ચુક્યો છે. તાજેતરમાં ભુવનેશ્વર કુમારના સ્થાને મોહમ્મદ સિરાજને તક આપવામાં આવી હતી. પરંતુ નટરાજનને સ્થાન આપ્યું નહીં. પસંદગીકારોએ એક જ ઝટકે આ ખેલાડીને બહાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *