કેપ્ટન અને કોચ પણ નહીં રાખે દયા, બીજી ટેસ્ટમાંથી આ ઘાતક ખેલાડી થશે બહાર…

ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ મેચના પ્રથમ દિવસ દરમિયાન ભારતીય બેટ્સમેનોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ બીજા દિવસે ધોધમાર વરસાદનો સામનો કરવો પડ્યો હતો.

આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કેએલ રાહુલ અને અજિંક્ય રહાણે સહિત તમામ ખેલાડીઓ આઉટ થયા હતા. પ્રથમ દિવસના પ્રદર્શનને જોઇને એવું લાગતું હતું કે ભારતીય ટીમ 400 રનનો સ્કોર કરશે પરંતુ 327 રનમાં આખી ટીમ ઓલઆઉટ થઇ છે. ભારતીય ટીમના બેટ્સમેનો પોતાને સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે.

સૌ પ્રથમ વાત કરીએ તો કેએલ રાહુલે 123 રન અને મયંકે 60 રન ફટકાર્યા હતા. ત્યારબાદ પુજારા ઝીરોમાં આઉટ થયો હતો. વિરાટ કોહલી 35 રન અને અજિંક્ય રહાણે 48 રન બનાવીને આઉટ થયા. ત્યારબાદ તમામ ખેલાડીઓ 20થી ઓછા રન કરીને આઉટ થયા હતા. ભારત માટે પ્રથમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ખૂબ ખરાબ રીતે પસાર થયો.

વાત કરીએ ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડી અજિંક્ય રહાણેની તો છેલ્લા ઘણા સમયથી તેનું પ્રદર્શન ખરાબ જોવા મળી રહ્યો છે. પરંતુ અનુભવના કારણે પ્રથમ ટેસ્ટ મેચમાં તક આપવામાં આવી હતી. કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તેને એક મહત્ત્વની તક આપી હતી જેનો તે ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છે.

અજિંક્ય રહાણે પ્રથમ ઇનિંગમાં અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે. કેએલ રાહુલ આઉટ થયા બાદ રહાણે પાસેથી લાંબી ઇનિંગ્સની અપેક્ષા હતી. પરંતુ 102 બોલમાં 48 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. લૂંગી એનગીડીએ તેના વિકેટકીપર ડી કોકના હાથે કેચ કરાવ્યો હતો. આ રીતે અજિંક્ય રહાણે નાની ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો.

અજિંક્ય રહાણેને આ પહેલા પણ ઘણી વાર તક આપવામાં આવી હતી. સતત નિષ્ફળ રહેવાને કારણે આ વખતે કેપ્ટન અને કોચ પણ તેના પર દયા દાખવશે નહીં. બીજી ટેસ્ટ મેચમાં તેના સ્થાને શ્રેયસ ઐયરને તક આપી શકે છે. શ્રેયસ ઐયર આ તકનો લાભ ઉઠાવીને સફળ સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *