ધોની ન હોત તો મારું કરિયર સમાપ્ત થઇ ગયું હોત, આ વિદેશી ખેલાડીએ ધોનીને આપ્યો સફળતાનો શ્રેય…

આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. તે પહેલા દરેક ફ્રેન્ચાઇઝી દ્વારા પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ઘણા બધા ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વર્ષનું મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેવાનું છે. કારણ કે આ મેગા ઓક્શનમાં ઘણા બધા દિગ્ગજો ભાગ લેવા જઇ રહ્યા છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સની વાત કરીએ તો તેમણે ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. જેમાં સૌથી પહેલું નામ રવિન્દ્ર જાડેજાનું આવે છે. ત્યાર બાદ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ટીમે જાળવી રાખ્યો છે. આ સિવાય મોઇન અલી અને ઋતુરાજ ગાયકવાડને ફ્રેન્ચાઇઝીએ જાળવી રાખ્યા છે

દરેક યુવા ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમવા માંગે છે. ધોનીની કેપ્ટનશીપમાં રમીને ઘણા બધા ખેલાડીઓ હાલ આંતરરાષ્ટ્રીય લેવલે જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ જ એક ખેલાડી હાલ વિશ્વ ક્રિકેટનો બાદશાહ બની ગયો છે. આ ખેલાડી હાલ આંતરરાષ્ટ્રીય લેવલે જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે.

આ ખેલાડી બીજું કોઇ નહીં પરંતુ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એનગિડી છે. લુંગી એનગિડી લાંબા સમયથી આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમે છે. જ્યારે તાજેતરમાં એમએસ ધોનીના નેતૃત્વમાં CSKએ આઇપીએલ ટાઇટલ જીત્યું હતું ત્યારે લુંગી એનગિડી ટીમનો એક ભાગ હતો.

એક ઇન્ટરવ્યૂમાં લુંગી એનગિડીએ કહ્યું હતું કે તેને આઇપીએલમાં મહેન્દ્રસિંહ ધોની જેવા મહાન ખેલાડીઓના માર્ગદર્શનનો ફાયદો થયો છે. જો તમારી પાસે રમતના કોઇપણ વિભાગમાં અભાવ છે તો તમને તમારી આસપાસ યોગ્ય લોકો મળ્યા છે જે તમને મદદ કરશે.

લુંગી એનગિડીએ વધુમાં કહ્યું કે જ્યારે તમારી પાસે એમએસ ધોની, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસી જેવા મહાન ખેલાડીઓ હોય ત્યારે તમે તમારી રમતમાં સુધારો કરી શકો છો. લુંગી એનગિડીએ તેની સફળતાનો શ્રેય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આપ્યો છે. તેણે કહ્યું કે આઇપીએલમાં ધોની દ્વારા મળેલા માર્ગદર્શનનો મને ઘણો ફાયદો થયો છે અને હું એક સફળ બોલર તરીકે ઉભરી આવ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *