ધોનીના કારણે બરબાદ થયું મારું કરિયર, 18 વર્ષ બાદ સિનિયર ખેલાડીએ લગાવ્યો ગંભીર આરોપ…

વિશ્વની તમામ ટીમો હાલમાં આગામી વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરતી જોવા મળી છે. ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 18 માર્ચથી 22 માર્ચ સુધી ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા ઘણા સમયથી ઘણી મોટી સ્પર્ધા જોવા મળી છે. ઘણા ખેલાડીઓ કુશળતા ધરાવતા હોવા છતાં પણ બહાર બેઠેલા જોવા મળ્યા છે. દરેક ખેલાડીઓને સ્થાન આપવું તે શક્ય નથી. આ ઉપરાંત સિનિયર ખેલાડીઓના કારણે ઘણા ખેલાડીઓ કાયમી સ્થાન બનાવી શકતા નથી. તાજેતરમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ સ્ટાર ખેલાડીએ મહેન્દ્રસિંહ ધોની પર ગંભીર આરોપ લગાવ્યો છે.

તાજેતરમાં આ સ્ટાર દિગ્ગજ ખેલાડીએ 18 વર્ષ પહેલાની એક વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે મહેન્દ્રસિંહ ધોનીના કારણે મારું કરિયર બરબાદ થયું છે. તેના અવતાની સાથે જ મને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હું અત્યાર સુધી વાપસી કરી શક્યો નથી. તેના કારણે જ મારું કરિયર સમાપ્ત થયું હતું. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે તાજેતરમાં દિનેશ કાર્તિકે મહેન્દ્રસિંહ ધોની પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે મેં જ્યારે વર્ષ 2004માં ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારે મહેન્દ્રસિંહ ધોની ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો હતો. મેં ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું હતું અને કાયમી સ્થાન બનાવ્યું હતું પરંતુ મહેન્દ્રસિંહ ધોનીની એન્ટ્રી થતાની સાથે જ મને બહાર કરવામાં આવ્યો છે. તેની સારી રમતના કારણે હું ક્યારેય વાપસી કરી શકતો નથી.

દિનેશ કાર્તિકે વધુમાં જણાવ્યું કે હું અને ધોની બંને વિકેટકીપર અને ફિનિશર બંને હતા પરંતુ તેણે તકનો ફાયદો ઉઠાવ્યો અને મારું સ્થાન લીધું હતું. તે ત્રણેય ફોર્મેટમાં ધમાકેદાર એન્ટ્રી કરતા જોવા મળ્યો હતો. જેના કારણે મને પસંદગીકારો ક્યારેય પસંદ કરતા નહોતા. ધોનીના કારણે જ મારું કરિયર બરબાદ થયું હતું. આ એક મોટો બદલાવ ગણી શકાય છે. ત્યારબાદ ધોનીની નિવૃત્તિ બાદ હાલમાં ટી-20 વર્લ્ડ કપ 2022માં રમી શક્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમમાં અત્યાર સુધી ઘણા ખેલાડીઓ દિનેશ કાર્તિકની જેમ બહાર થઇ ચૂક્યા છે. સિનિયર ખેલાડીઓના કારણે તેઓ ક્યારેય કાયમી સ્થાન બનાવી શક્યા નથી. હાલમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે. આગામી વનડે વર્લ્ડ કપ અને ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મજબૂત ટીમ બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *