મુંબઈ આ ખેલાડીને કારણે પ્લેઓફ માંથી બહાર થતા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું…
આઇપીએલ 2021 માં ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઇ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 42 રને માત આપી હતી. તેમ છતાં પણ મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે.
આઇપીએલ 2021 ના પોઇન્ટ્સ ટેબલની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ પહેલા ક્રમ પર છે. ત્યારબાદ બીજા ક્રમ પર ચેન્નઇ સુપરકિંગ્સે પોતાનું સ્થાન કાયમી કર્યું છે. ત્રીજા અને ચોથા ક્રમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સે કબજો જમાવ્યો છે. લીગ સ્ટેજની તમામ મેચો પૂર્ણ થઇ ગઇ છે અને હવે પ્લેઓફ રમાશે.
પ્લેઓફ સમાપ્ત થયા બાદ તરત જ ટી-20 વર્લ્ડકપ શરૂ થવા જઇ રહ્યો છે. તેને લઈને કેટલાક ખેલાડીઓએ ભારતીય ટીમનું ટેન્શન વધારી દીધું છે. કારણ કે, ટી-20 વર્લ્ડકપમાં પસંદગી પામેલા અમુક ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળી રહ્યું છે.
તેમાંનો એક ખેલાડી મુંબઇ ઇન્ડિયન્સનો છે. જેના કારણે મુંબઈ પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે, અને હવે તે ટી-20 વર્લ્ડકપમાં વિલન બની શકે છે. તેની ફિટનેસને લઈને પણ ઘણા બધા સવાલો ઉભા થઇ રહ્યા છે.
આ ખેલાડીનું નામ છે હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે, અને તે બોલિંગ પણ કરી રહ્યો નથી. તેણે આઈપીએલ 2021 માં એક પણ ઓવર ફેંકી નથી. તેનું બેટ પણ શાંત જોવા મળી રહ્યું છે.
આઇપીએલ 2021 માં તેના ખરાબ પ્રદર્શનના કારણે મુંબઇ ઇન્ડિયન્સ કોઈપણ મેચને સારી રીતે ફિનિશ કરી શકી નહોતી. જેને કારણે મુંબઈને ઘણી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી કહી શકાય કે મુંબઇ ઇન્ડિયન્સ હાર્દિક પાંડ્યાના કારણે પ્લે રેસમાંથી બહાર થઈ ગયું છે.
હાર્દિક પંડ્યાના ખરાબ પ્રદર્શનને જોતા લાગી રહ્યું છે કે તેના સ્થાને ચેન્નઇ સુપરકિંગ્સના ઘાતક ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.