મેગા ઓક્શનમાં આ ત્રણ ઘાતક ખેલાડીઓને ટાર્ગેટ કરશે મુંબઇ ઇન્ડિયન્સ…
મુંબઇ ઇન્ડિયન્સ માટે આઇપીએલ 2021 સારી નહોતી ગઇ. ટીમના તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તેથી મુંબઇની ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે કારણકે આઇપીએલ 2021 માં મુંબઇ ઇન્ડિયન્સનો મિડલ ઓર્ડર ફ્લોપ સાબિત થયો હતો. કિરોન પોલાર્ડ, સૂર્ય કુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
રોહિત શર્મા અને ડી કોકનું પ્રદર્શન આઇપીએલ 2021 માં શાનદાર રહ્યું હતું પરંતુ સૂર્ય કુમાર યાદવ અને ઇશાન કિશન ફ્લોપ સાબિત થયા હતા. તે બંનેએ માત્ર છેલ્લી મેચમાં રન બનાવ્યા હતા. જેના કારણે મુંબઇ ઇન્ડિયન્સ કેટલીક મેચોમાં સન્માનજનક સ્કોર સુધી પણ નહોતી પહોંચી શકી. આઇપીએલ 2021 માં મુંબઇ ઇન્ડિયન્સ પ્લે ઓફમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી હતી.
મળતી માહિતી મુજબ, આઇપીએલની આગામી સિઝન માટે કોઇ પણ ટીમ માત્ર ચાર ખેલાડીઓને જ રિટેન કરી શકશે. તેથી મુંબઇ ઇન્ડિયન્સ પણ માત્ર ચાર ખેલાડીઓને જ રિટેન કરી શકશે અને બાકી રહેલા તમામ ખેલાડીઓ હરાજી પુલમાં જશે. તેથી મુંબઇ ઇન્ડિયન્સને હરાજી પુલમાંથી ખેલાડીઓ ખરીદવાની જરૂર પડશે. તો આજે આપણે આ લેખમાં જોઇશું કે મુંબઇ ઇન્ડિયન્સ કયા ત્રણ ખેલાડીઓને મેગા ઓક્શનમાં ટાર્ગેટ કરશે.
મુંબઇ ઇન્ડિયન્સ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ટાર્ગેટ કરી શકે છે કારણ કે તે એક જબરદસ્ત મિડલ ઓર્ડર બેટ્સમેન છે. અને તે ટીમના છઠ્ઠા બોલર તરીકે બોલિંગ પણ કરી શકે છે કારણકે બેન સ્ટોક્સ બેટિંગની સાથે સારી એવી બોલિંગ પણ કરી શકે છે. ઇજાગ્રસ્ત થતા બેન સ્ટોક્સ આઇપીએલ 2021 માંથી બહાર થઇ ગયો હતો. પરંતુ તે હવે ટૂંક સમયમાં વાપસી કરી શકે છે. તેથી તે આઇપીએલ 2022 માટે અવેલેબલ રહેશે.
મુંબઇ ઇન્ડિયન્સ મેગા ઓક્શનમાં લોકી ફર્ગ્યુસનને ટાર્ગેટ કરી શકે છે કારણ કે તે એક જબરદસ્ત બોલર છે. તેણે આઇપીએલ 2021 માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતા જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. પરંતુ આઇપીએલ 2022 માટે કોઇ પણ ટીમ માત્ર ચાર ખેલાડીઓને જ રિટેન કરી શકશે તેથી કોલકાતા લોકી ફર્ગ્યુસનને રિલીઝ કરી શકે છે. જો આવું થશે તો મુંબઇ ઇન્ડિયન્સની નજર તેના પર રહેશે.
આ સિવાય મુંબઇ ઇન્ડિયન્સ મેગા ઓક્શનમાં માર્કસ સ્ટોઇનિસને ટાર્ગેટ કરી શકે છે કારણ કે તે એક જબરદસ્ત ઓલરાઉન્ડર છે. તે છેલ્લી ઓવરમાં ઘાતક બેટિંગ કરી શકે છે અને તેની સાથે તે સારી એવી બોલિંગ પણ કરે છે. હાલમાં રમાઇ રહેલ ટી 20 વર્લ્ડ કપમાં માર્કસ સ્ટોઇનિસનું પ્રદર્શન ઉચ્ચસ્તરીય જોવા મળી રહ્યું છે. તેથી જુઓ તે મેગા ઓક્શનનો ભાગ બનશે તો મુંબઇ ઇન્ડિયન્સની નજર તેના પર રહેશે.