IPL 2022 મેગા ઓકશન પહેલા આ ત્રણ સ્ટાર ખેલાડીઓને રિટેન કરશે મુંબઇ ઇન્ડિયન્સ…

આઇપીએલ 2021 માં મુંબઇ ઈન્ડિયન્સની સફર નિરાશાજનક હતી. આઇપીએલ 2022 પહેલા મેગા ઓકશન થશે. હાલના નિયમો મુજબ, કોઈ પણ ટીમ 3 ખેલાડીઓને ટીમમાં જાળવી રાખી શકશે. મુંબઇ ઇન્ડિયન્સે પણ તે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા હશે જેમને આવતા વર્ષે તક આપવામાં આવશે. તો ચાલો જઈએ એવા કયા 3 ખેલાડીઓને રિટેન કરશે મુંબઇ ઇન્ડિયન્સ.

રોહિત શર્મા

તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે કેપ્ટન રોહિત શર્માને મુંબઇ ઇન્ડિયન્સ જાળવી રાખશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વખત આઇપીએલ ટાઇટલ જીત્યું છે. આ ઉપરાંત રોહિત શર્મા એક જબરદસ્ત ઓપનર પણ છે. જે ટીમને સારી એવી શરૂઆત આપે છે.

સૂર્યકુમાર યાદવ

આઇપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઇ ઇન્ડિયન્સ માટે સૂર્યકુમાર યાદવે છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તમ કામ કરી બતાવ્યું છે. તેણે છેલ્લા ઘણા વર્ષોથી મુંબઇ ઇન્ડિયન્સનો મિડલ ઓર્ડર સંભાળી રાખ્યો છે, અને આગામી સિઝનમાં તેની પાસે ટી 20 વર્લ્ડ કપનો અનુભવ પણ હશે. તેથી મુંબઇ ઇન્ડિયન્સ તેને ચોક્કસ પણે જાળવી રાખશે.

જસપ્રિત બુમરાહ

મુંબઇ ઇન્ડિયન્સની ટીમ જસપ્રીત બુમરાહને પણ જાળવી રાખશે તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી, કારણકે જસપ્રીત બુમરાહની ટીમમાં એન્ટ્રી થયા બાદ મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વખત આઇપીએલ ટાઇટલ પોતાના નામે કર્યું છે. તેણે આઇપીએલ 2021 ની 14 મેચમાં 21 વિકેટ લીધી હતી, તેનો ઇકોનોમી રેટ પણ 8 થી ઓછો હતો.

કોઈ પણ ટીમ માત્ર 3 ખેલાડીઓને જ ટીમમાં જાળવી રાખી શકશે, તેથી ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ અને રાહુલ ચહર જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા મુશ્કેલ છે, પરંતુ આ બધા ખેલાડીઓને મુંબઇ ઇન્ડિયન્સ મેગા ઓકશન દરમિયાન ચોક્કસપણે ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *