ઇશાન કિશન સહિત આ 25 ખેલાડીઓ સાથે IPL 2022માં ઉતરશે મુંબઇ ઇન્ડિયન્સ…

આઇપીએલ 2022ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આઇપીએલ પહેલા બેંગલોર ખાતે 12 અને 13 ફેબ્રુઆરીના રોજ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઓક્શનમાં તમામ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ખેલાડીઓ ખરીદીને ટીમો બનાવવામાં આવી છે. આ વર્ષે ટોટલ 10 ટીમો આઇપીએલ ટાઇટલ જીતવા માટે મેદાને ઉતરશે.

મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો આ ટીમે સૌથી વધારે પાંચ ટાઇટલ પોતાના નામે કર્યા છે. આ ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા આ વર્ષે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સુર્યકુમાર યાદવ અને કીરોન પોલાર્ડને જાળવી રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાકીના 21 ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાંથી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ ક્યાં ખેલાડીઓને ખરીદ્યા છે.

ઇશાન કિશન (15.25 કરોડ), ટિમ ડેવિડ (8.25 કરોડ), જોફ્રા આર્ચર (8 કરોડ), ડીવાલ્ડ બ્રેવિસ(3 કરોડ), ડેનિયલ સેમ્સ (2.6 કરોડ), એન તિલક વર્મા (1.7 કરોડ), મુરુગન અશ્વિન (1.6 કરોડ), ટાઇમલ મિલ્સ (1.5 કરોડ), જયદેવ ઉનડકટ (1.3 કરોડ), રિલે મેરેડિથ (1 કરોડ), ફેબિયન એલન (75 લાખ).

મયંક માર્કડે (65 લાખ), સંજય યાદવ (50 લાખ), અર્જુન તેંડુલકર (30 લાખ), બાસિલ થમ્પી (30 લાખ), અરશદ ખાન (20 લાખ), અનમોલપ્રીત સિંઘ (20 લાખ), રમનદીપ સિંઘ (20 લાખ), રાહુલ બુદ્ધિ (20 લાખ), રિતિક શોકીન (20 લાખ), આર્યન જુયલ (20 લાખ) આ તમામ ખેલાડીઓને મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવ્યા છે.

મુંબઇ ઇન્ડિયન્સ આઇપીએલ 2022માં ટોટલ 25 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે. મુંબઇ ઇન્ડિયન્સે ઇશાન કિશન પર 13.25 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ પહેલા યોજાયેલ ઓક્શનમાં રોહિત શર્માને 9.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને ટીમને આજે પણ તેનો ફાયદો મળી રહ્યો છે. આવી સમજણ રાખીને ઇશાન કિશનને ખરીદવામાં આવ્યો છે.

મેગા ઓક્શનના પ્રથમ દિવસે મુંબઇ ઇન્ડિયન્સ ખૂબ જ શાંત જોવા મળ્યું હતું. પરંતુ તેની પસંદગી અનુસાર ખેલાડીઓને ખરીદવા માટે બીજા દિવસે મોટી બોલી લગાવી હતી. આ ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સે ફરી એકવાર દિગ્ગજ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આગામી સમયમાં મુંબઇ ઇન્ડિયન્સ પહેલા કરતાં વધારે ઘાતક ફોર્મમાં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *