MS ધોનીની વેબ સિરીઝનું ટિઝર થયું રિલીઝ, જોવા મળ્યુ ધોનીનું બીજું રૂપ… – જુઓ વિડિયો

ભારતીય સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 40 વર્ષની ઉંમરે 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે ભારત માટે 350 વન-ડે, 98 ટી-20 અને 90 ટેસ્ટ મેચ થઇને 17266 રન બનાવ્યા છે. આ દરમિયાન 108 અડધી સદી અને 16 સદી ફટકારી હતી. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા ત્રણ આઇસીસી ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ ઉપરાંત આઇપીએલમાં પણ તેણે ચાર વખત આઇપીએલ ટાઇટલ જીત્યું હતું.

તાજેતરમાં મહેન્દ્રસિંહ ધોની દ્વારા બુધવારે તેની ગ્રાફિક નવલકથા અથર્વ ઓરિજિનનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. ધોનીએ તેના ફેસબુક હેન્ડલ દ્વારા તેની આગામી વેબ સીરીઝનો ફર્સ્ટ લુક ટીઝર શેર કર્યું છે. આ વેબ સિરીઝ ધોની એન્ટરટેઇનમેન્ટ કંપની દ્વારા બનાવવામાં આવી છે. જેની સ્થાપના ધોની અને તેની પત્ની સાક્ષીએ 2019માં કરી હતી.

મહેન્દ્રસિંહ ધોનીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે મારા નવા અવતાર અથર્વની જાહેરાત કરતાં મને ખુશી થઇ રહી છે. એમએસ ધોની તેની નવી ગ્રાફિક્સ નોવેલમાં અથર્વની ભૂમિકામાં જોવા મળશે. આ ગ્રાફિક નોવેલ રમેશ થમીલમાનીએ લખી છે. ધોનીએ શેર કરેલો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

ધોની દ્વારા શેર કરવામાં આવેલી ફર્સ્ટ લુક ક્લિપમાં ધોનીને યુદ્ધના મેદાનમાં એનીમેટેડ અવતારમાં જોઈ શકાય છે. આ ક્લિપમાં ધોનીને રાક્ષસ સામે લડતો બતાવવામાં આવ્યો છે. ધોનીની વેબ સિરીઝ સાયન્સ ફિક્શન પર આધારિત છે. આ પુસ્તક એક પૌરાણિક વિજ્ઞાન કથા છે. જે એક સમયે રહસ્યમય યાત્રાનું વર્ણન કરે છે.

ધોની દ્વારા રજૂ કરવામાં આવેલી વેબ સિરીઝ સમાજમાં ચાલી રહેલી મોટી સમસ્યાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેન્દ્રસિંહ ધોની દ્વારા શેર કરવામાં આવેલો આ વિડીયો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો છે અને તેઓ શેર પણ કરી રહ્યા છે. તો ચાલો ધોનીના નવા લુકનો વીડિયો જોઇએ.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *