ક્રિકેટ જગતમાં શોકનો માહોલ, દિગ્ગજ ભારતીય ક્રિકેટરનું હાર્ટ એટેકથી નિધન…

ભારતના પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું 66 વર્ષની વયે અવસાન થયું. તે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના ભાગ રહી ચૂક્યા છે. યશપાલ શર્માનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ક્રિકેટર કપિલ દેવ પણ યશપાલ શર્માના નિધનથી પોતાના આંસુ રોકી શક્યા નહીં.

યશપાલ શર્માએ ભારત તરફથી કુલ 37 ટેસ્ટ મેચ અને 42 વનડે મેચ રમ્યા હતા. તેમાં તેમણે ટેસ્ટમાં 2 સદી અને 9 અર્ધસદીની મદદથી કુલ 1606 રન બનાવ્યા હતા. વનડેમાં તેણે 4 અર્ધસદીની મદદથી 883 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વાધિક સ્કોર 140 રનનો હતો.

યશપાલ શર્મા મૂળ પંજાબના હતા. તેમનો જન્મ 1959માં થયો હતો. સ્કૂલ તરફથી રમતા હતા. તેમણે 260 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ તે ચર્ચામાં રહ્યા હતા. તેમણે વર્ષ 1979માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ મેચમાં તેમણે બંને ઇનિંગ્સમાં કુલ 16 રન બનાવ્યા હતા.

તેમણે 1983માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વનડે મેચમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં યશપાલ શર્મા માત્ર 5 રન બનાવી અણનમ રહ્યા હતા. યશપાલ શર્માએ 25 જૂન 1983ના રોજ લોર્ડ્સ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલમાં ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યા હતા.

1983 વર્લ્ડ કપ ફાઇનલમાં તેમણે 11 રન બનાવ્યા હતા. ભારતે આ ફાઇનલ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 43 રનેથી હરાવી પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. 1983ના વર્લ્ડકપમાં ભારતીય ટીમને જીત સાથે શરૂઆત કરી હતી. તે જીતમાં યશપાલ શર્માએ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *