મૂળ પાકિસ્તાનના આ ઘાતક ખેલાડી પર મેગા ઓક્શનમાં થશે પૈસાનો વરસાદ…

આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ બંને ટીમો જોડાઇને ટોટલ દસ ટીમો સ્પર્ધામાં ભાગ લેશે. આ વર્ષે મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. મેગા ઓક્શન પહેલા તમામ જૂની ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે. મેગા ઓક્શન 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાશે.

તમામ ભારતીય ચાહકોની નજર મેગા ઓક્શન પર ટકેલી છે. આઇપીએલ મેગા ઓક્શનમાં તમામ ટીમો પોતાના મનપસંદ ખેલાડીઓને પોતાના કેમ્પ સાથે જોડવાનો પ્રયાસ કરશે. એક એવો બેટ્સમેન છે જેના પર તમામની નજર રહેશે. આ સ્ટાર ખેલાડી પર મોટી બોલી લગાવવામાં આવી શકે છે. ચાલો જાણીએ આ બેટ્સમેન કોણ છે.

મૂળ પાકિસ્તાનના ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા માટે ઘણા રન બનાવ્યા છે. તેની બેટિંગ જોઇને વિરોધી બોલરો થરથર કાંપે છે. તે ખૂબ જ ક્લાસિક બેટ્સમેન કરે છે. ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા માટે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી છે. તાજેતરમાં આ ખેલાડી જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે.

ઉસ્માન ખ્વાજા સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. ઉસ્માને ઇંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં 137 રનની ઇનિંગ રમી હતી. બીજી ઇનિંગમાં તેમણે 101 રન ફટકાર્યા હતા. આ બેટ્સમેને મેદાનની ચારે બાજુ સ્ટ્રોક રમ્યા હતા. ઉસ્માનના કારણે ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ મેચ જીતવાની સ્થિતિમાં પહોંચી ગયું છે. હવે આઇપીએલની તમામ ટીમોની નજર આ ખેલાડી પર રહેશે.

ઉસ્માન ખ્વાજાએ પોતાની કારકિર્દીમાં 44 ટેસ્ટ મેચ, 40 વનડે મેચ અને 9 ટી 20 મેચો રમી છે. તે પોતાની વિસ્ફોટક બેટિંગના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયન ટીમ માટે મેચવિનર સાબિત થયો છે. તે ઘણી મેચોમાં મેન ઓફ ધ મેચ પણ જાહેર થયો છે. આ ખેલાડી આઇપીએલ 2022માં સૌથી મોંઘો ખરીદાઇ શકે છે.

ઉસ્માન ખ્વાજા આઇપીએલમાં પણ રમી ચૂક્યો છે. 2016માં તે રાઇઝિંગ પુણે સુપર જયન્ટ્સ માટે છ મેચ રમ્યો હતો. આવતા મહિને યોજાનાર મેગા ઓક્શનમાં આ ખેલાડીને ખરીદવા માટે ટીમો એકબીજા સાથે લડતી જોવા મળી શકે છે. આ ખેલાડી મિડલ ઓર્ડરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ખેલાડી હાલમાં એશિઝ સિરીઝમાં તોફાન મચાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *