મોઈન અલીએ કરી મોટી ભવિષ્યવાણી, આ ઘાતક ખેલાડી ટૂંક સમયમાં ભારતીય ટીમ માટે રમશે…

આઈપીએલ 2021 ની ફાઇનલ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને ચોથી વખત ટાઇટલ પોતાના નામે કર્યું છે. ફાઇનલ મેચમાં મોઈન અલીએ એક મહત્વની ઇનિંગ રમી હતી. જેમાં તેણે કેટલાક ગગનચુંબી છગ્ગાઓ પણ ફટકાર્યા હતા. આ મેચ બાદ મોઈન અલી પત્રકાર પરિષદમાં જોવા મળ્યો હતો.

ચેન્નઈ સુપરકિંગ્સની આ જીતમાં ઘણા બધા ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ફાઇનલ મેચમાં ફાફ ડુ પ્લેસીએ 86 રનની મહત્વની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત રુતુરાજ ગાયકવાડે ટીમને જબરદસ્ત શરૂઆત આપી હતી. મધ્યમાં રોબિન ઉથપ્પાએ રન ગતિમાં વધારો કર્યો હતો. જ્યારે અંતિમ ઓવરોમાં મોઈન અલીએ જબરદસ્ત બેટિંગ કરી ટીમને 192 રન સુધી પહોંચાડી હતી.

મોઈન અલીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, જમણા હાથનો આ બેટ્સમેન ટૂંક સમયમાં ભારત માટે રમશે. ફાઇનલમાં રુતુરાજ ગાયકવાડે 20 બોલમાં 37 રન બનાવ્યા હતા. જેનાથી પ્રભાવિત થઈ મોઈન અલીએ આ વાત કરી હતી.

મોઈન અલીએ રુતુરાજ ગાયકવાડ વિશે વાત કરતાં કહ્યું કે, તેની બેટિંગમાં કોઈ નબળાઈ નથી. તે એક દમ શાંત ખેલાડી છે. તેની પાસે દરેક શોર્ટ છે. મને આશા છે કે તે ટૂંક સમયમાં ભારત માટે રમતો જોવા મળશે. તે જ સમયે, મોઈન અલીએ આ ઉત્તેજક સત્ર માટે ચેન્નઈ સુપરકિંગ્સની પ્રશંસા પણ કરી હતી.

મોઈન અલીએ કહ્યું કે, હું કેવું અનુભવી રહ્યો છું તેનું વર્ણન કરી શકતો નથી. કારણ કે ચેન્નઈ સુપરકિંગ્સ માટે રમવું અદ્ભુત હતું. આ ઉપરાંત ચેન્નઈ સુપરકિંગ્સનો અનુભવી બેટ્સમેન રોબિન ઉથપ્પા જ્યારે પ્લેઇંગ ઇલેવનમાં નહોતો ત્યારે સપોર્ટ સ્ટાફ તરફથી મળેલા પ્રોત્સાહનની તેણે પ્રશંસા કરી હતી.

રોબિન ઉથપ્પાએ કહ્યું કે, હું ચેન્નઈ સુપરકિંગ્સનો ખૂબ જ આભારી છું. જ્યારે હું પ્લેઇંગ ઇલેવનમાં નહોતો ત્યારે ચેન્નઈ સુપરકિંગ્સના સપોર્ટ સ્ટાફે મને પ્રોત્સાહિત કર્યા હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *