મોહમ્મદ શમીના સ્થાને હવે ઘાતક બોલર બનશે જસપ્રીત બુમરાહનો પાર્ટનર…
ભારતીય ટીમ હાલ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને 113 રનથી હરાવી ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય ટીમ એવી પહેલી એશિયન ટીમ બની ગઇ છે. જેણે સાઉથ આફ્રિકાને સેન્ચુરિયન ખાતે હરાવી હોય અને હવે ભારતીય તેમની નજર બીજી ટેસ્ટ મેચ પર છે.
આ બધાની વચ્ચે બીસીસીઆઇ દ્વારા સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમનો વનડે ફોર્મેટનો કેપ્ટન રોહિત શર્મા આફ્રિકા પ્રવાસ પહેલા ઇજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે હવે વનડે સિરીઝમાંથી પણ બહાર થઇ ગયો છે. તેથી તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ઘણા બધા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. જ્યારે ખરાબ સમય ચાલી રહેલા ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. ટીમમાં ઘણા બધા સીનિયર ખેલાડીઓની વાપસી પણ થઇ છે. જેમાં સૌથી મોટું નામ શિખર ધવનનું છે. તે જ સમયે રવિચંદ્રન અશ્વિન પણ ચાર વર્ષ બાદ વન-ડે ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે.
આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ઘણા બધા ખતરનાક બોલરોને તક આપવામાં આવી છે. જેમાં જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. આ તમામ બોલરોનું પ્રદર્શન આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું રહ્યું હતું. જેના કારણે તેને સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી છે.
સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ઘાતક બોલર દિપક ચહરની પસંદગી કરવામાં આવી છે. સાઉથ આફ્રિકાની પીચો ઝડપી બોલરોને સપોર્ટ કરે છે. તેથી દિપક ચહર તબાહી મચાવી શકે છે. દિપક ચહર આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લા ઘણા સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો હતો જેના કારણે હવે તેને આ તક આપવામાં આવી છે.
દિપક ચહર આ તકનો લાભ ઉઠાવી શકે છે કારણ કે સાઉથ આફ્રિકાની પીચો હંમેશા ફાસ્ટ બોલરને મદદ કરે છે અને દિપક ચહર પાસે એ તમામ પ્રકારની બોલિંગ છે જેનાથી તે બેટ્સમેનોને આઉટ કરી શકે છે. દિપક ચહર જો આ તકનો લાભ ઉઠાવીને સારૂ પ્રદર્શન કરશે તો તે કાયમ માટે બુમરાહનો પાર્ટનર બની શકે છે અને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.