શ્રેયસ ઐયર પર મેગા ઓક્શન થયો કરોડોનો વરસાદ, આ ટીમનો બનશે કેપ્ટન…

તાજેતરમાં બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શન ચાલી રહ્યું છે. આ મેગા ઓક્શન બે દિવસ સુધી ચાલશે. આ ઉપરાંત 600 જેટલા ખેલાડીઓ પર હરાજી થવાની છે અને તેનું ભવિષ્ય પણ નક્કી થવાનું છે. મેગા ઓક્શન પહેલા જ ચર્ચા કરવામાં આવતી હતી કે શ્રેયસ ઐયર જેવા મોટા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઇ શકે છે.

મેગા ઓક્શનની શરૂઆત થતાં જ બે કરોડ બેઝ પ્રાઇઝવાળા ખેલાડીઓ પર સૌપ્રથમ બોલી લગાવવાનું શરૂ થયું છે. વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે. આ ઉપરાંત દરેક ફ્રેન્ચાઇઝી પોતાની પસંદગી અનુસાર ટીમ બનાવવા માટે ખેલાડીઓની પસંદગી કરી રહ્યા છે. ટોટલ 10 ટીમો વચ્ચે જંગ ચાલી રહી છે.

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરની વાત કરીએ તો આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પણ દાવો કર્યો હતો કે આ ખેલાડી પર મોટી બોલી લાગી શકે છે અને તાજેતરમાં મેગા ઓક્શનમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. આ ખેલાડી પર મોટી બોલી લગાવીને ખરીદવામાં આવ્યો છે અને તેને કેપ્ટન બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા 12.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ખેલાડી કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમનો કેપ્ટન બનવા જઈ રહ્યો છે. તે ટીમનો મિડલ ઓર્ડર પણ સંભાળતો જોવા મળશે. આ ખેલાડી કેપ્ટનશીપનો અનુભવ ધરાવે છે.

આઇપીએલ 2020 દરમિયાન દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરીને શ્રેયસ ઐયરે ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. ત્યારબાદ આઇપીએલ 2021 દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હોવાને કારણે તેના સ્થાને રિષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર કેપ્ટનશીપ ઉપરાંત બેટિંગ કરવામાં ખૂબ જ માહેર છે.

હાલમાં ચાલી રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રીજી વન-ડે મેચમાં શ્રેયસ ઐયરે 80 રન બનાવીને ભારતીય ટીમને સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. આ ખેલાડી કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન પણ બની શકે છે. કેકેઆર ટીમ 2012 અને 2014માં ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. ત્યારબાદ એક પણ ટાઇટલ જીત્યું નથી. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા આ વર્ષે ટાઇટલ પણ જીતી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *