મિયા ભાઇ ઓન ફાયર… સિરાજે 102 રનની ભાગીદારી તોડીને બેન ફોક્સને એવી રીતે આઉટ કર્યો કે…-જુઓ વિડિયો

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ હાલમાં રાંચી ખાતે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે. આ ટેસ્ટ મેચની શરૂઆતના પ્રથમ દિવસે જ બંને ટીમોના તમામ ખેલાડીઓ દ્વારા દબાણ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય ટીમ શરૂઆતમાં ઘણી સફળ રહેતી હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે હાલમાં ઘણું ઘાતક પ્રદર્શન કર્યું છે.

સમગ્ર મેચ તરફ નજર કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરતી જોવા મળી છે. બુમરાહ ન હોવાના કારણે આ મેચમાં આકાશ દીપને તક મળી છે. તેણે ડેબ્યૂ કરતાની સાથે જ હાલમાં ઘાતક પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ પણ કમાલ કરતો જોવા મળ્યો છે. સિરાજે હાલમાં બેન ફોક્સને પેવેલિયન મોકલ્યો છે.

સિરાજે હાલમાં 68મી ઓવરના ચોથા જ બોલ પર ઇંગ્લેન્ડના બેટ્સમેન બેન ફોક્સને ચમકો આપ્યો છે. તેણે જબરદસ્ત કેચ આઉટ કર્યો છે. તે બોલને સમજી શક્યો ન હતો અને મેદાનની બહાર જવા નીકળ્યો હતો. બેન ફોક્સ આ પહેલા પણ ઘણી વખત સિરાજ સામે આવી રીતે આઉટ થઈ ચૂક્યો છે. આજે તે 47 રન બનાવીને આઉટ થયો છે. તે મોટી ભાગીદારી બનાવી રહ્યો હતો પરંતુ સીરાજે આઉટ કર્યો છે.

સિરાજે હાલમાં રાંચી ખાતે પણ પોતાની ઝલક બતાવી છે. તે ફરી એક વખત ચર્ચામાં સામે આવ્યો હોય તેવું કહી શકાય છે. હાલમાં તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તો ચાલો આપણે પણ તેના આ વિડીયો તરફ નજર કરીએ અને વીડિયો નિહાળીએ.

જુઓ વિડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *