ચાલુ મેચમાં બાંગ્લાદેશ અને શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચે થઇ ઝપાઝપી… – જુઓ વીડિયો
ટી 20 વર્લ્ડકપમાં 2021 માં ગઈકાલે એટલે કે રવિવારના રોજ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 5 વિકેટે હરાવી મેચ પોતાના નામે કરી હતી. આ મેચમાં શ્રીલંકા તરફથી ચરિત અસલાન્કાએ સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. જેના દમ પર શ્રીલંકાએ આ મેચ જીતી હતી.
આ મેચની વાત કરીએ તો ટોસ જીતીને શ્રીલંકાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 171 બનાવ્યા હતા. રનનો પીછો કરવા માટે ઉતરેલી શ્રીલંકાની ટીમે આ ટાર્ગેટને માત્ર 18.5 ઓવરમાં પૂર્ણ કરી મેચને પોતાના નામે કરી હતી.
શ્રીલંકા તરફથી આ મેચમાં સૌથી વધુ રન ચરિત અસલાન્કાએ બનાવ્યા હતા. તેણે આ મેચમાં 49 બોલમાં 80 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી જેના દમ પર શ્રીલંકા આ મેચ આસાનીથી જીતી લીધી હતી. પરંતુ આ મેચના બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન એક વિવાદ સામે આવ્યો હતો.
શ્રીલંકાના પેસર લાહિરુ કુમારા અને લિટન દાસ વચ્ચે ચાલુ મેચમાં ઝપાઝપી થઈ હતી. આ બંને વચ્ચેનો વિવાદ વધતો જોઈને સાથી ખેલાડીઓ બંનેને છૂટા પાડવા માટે આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
આ ઘટના બાંગ્લાદેશની ઇનિંગની છઠ્ઠી ઓવરમાં બની હતી. બાંગ્લાદેશનો બેટ્સમેન લિટન દાસ સ્ટ્રાઇક પર હતો અને લાહિરુ કુમાર બોલિંગ કરી રહ્યો હતો. લિટન દાસે લાહિરુ કુમારની બોલ પર જબરદસ્ત શોર્ટ રમ્યો હતો પરંતુ તે કેચ આઉટ થઈ ગયો. ત્યારબાદ તે પેવેલિયન પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન લાહિરુ અને તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી.
આ બંને વચ્ચેનો વિવાદ વધતો જોઈને સાથી ખેલાડીઓ બંનેને છૂટા પાડવા માટે આવ્યા હતા. વિવાદ એટલો વધી ગયો હતો કે અમ્પાયરોએ પણ વચ્ચે આવવું પડ્યું હતું. પરંતુ ખેલાડીઓ તેમની વાત નહોતી સાંભળી. થોડા સમય બાદ વિવાદ શાંત થઈ ગયો હતો.
જુઓ વીડિયો :-
Exchange of words between Lahiru kumara & Litton das#SlvsBan pic.twitter.com/Wfy85BlveF
— RISHI (@RISHIKARTHEEK) October 24, 2021