‘મેં ઝુકેગા નહીં સાલા’ વિકેટ લીધા બાદ રવિન્દ્ર જાડેજાને ચડ્યું પુષ્પાનું ભૂત, જુઓ…

ભારતે શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં શ્રીલંકાને પ્રથમ ટી-20 મેચમાં 62 રને હરાવ્યું છે. આ મેચમાં ભારતના બેટ્સમેનો અને બોલરોએ પોતાની શાનદાર રમત બતાવી હતી. તેની સામે શ્રીલંકાના ખેલાડીઓ ટકી શક્યા નહીં. ભારતીય ટીમ આગામી મેચમાં આવું પ્રદર્શન કરીને ટી-20 સિરીઝ પર કબજો કરવા ઇચ્છે છે. આ સિરીઝ બાદ શ્રીલંકા સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે.

ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રમતો જોવા મળ્યો નહોતો. પરંતુ શ્રીલંકા સામેની સિરીઝમાં પ્રથમ મેચમાં જ તેણે ધમાકેદાર પ્રદર્શન કરીને લોકોના દિલ જીતી લીધા છે.

ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ પોતાના નામે કરી હતી. રવિન્દ્ર જાડેજા લાંબા સમય બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો હતો પરંતુ આવતાની સાથે જ તે ઘાતક ફોર્મમાં જોવા મળ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ વિકેટ લીધા બાદ પુષ્પાની સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું. જેની હાલમાં ખૂબ જ ચર્ચા થઇ રહી છે.

રવિન્દ્ર જાડેજાએ 10મી ઓવરના બીજા બોલ પર શ્રીલંકાના બેટ્સમેનને આઉટ કર્યો હતો. આ પછી જાડેજાએ પુષ્પાના ડાયલોગ ‘મેં ઝુકેગા નહીં સાલા’ પર સેલિબ્રેશન કરતા જબરદસ્ત એક્ટિંગ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ કરેલી એક્ટિંગ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા પર ચાલી રહી છે. જાડેજા પર પુષ્પાનો લુક શાનદાર લાગે છે. તેણે પોતાની દાઢીની મદદથી આ ક્રિયા કરી બતાવી હતી.

રવિન્દ્ર જાડેજા ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ હાલમાં શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં પરત ફર્યો છે. તેના આવતાની સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા તેને ઓલરાઉન્ડર ખેલાડીનું સ્થાન પાછું અપાયું છે. રવિન્દ્ર જાડેજા બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ માહેર છે. તે વિરોધી ટીમ પર ખૂબ જ ભારે પડે છે.

ભારતીય ટીમે શ્રીલંકા સામે પ્રથમ ટી-20 મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરીને વિજય મેળવ્યો છે. રોહિત શર્મા કાયમી કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમને એક પણ મેચ હારવા દીધી નથી. તે આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને તક આપી રહ્યો છે અને તેના પર સતત મૂલ્યાંકન કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે મજબૂત ટીમ બનાવવા ઇચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *