માર્ક વુડે કહ્યું- ઓલી પોપે ભલે 196 રન બનાવ્યા પરંતુ આ ભારતીય ખેલાડી છે સૌથી વધુ ઘાતક, અમારા માટે બન્યો કાળ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમે ઘાતક પ્રદર્શન કરીને પ્રથમ મેચમાં જીત મેળવી છે અને આ સિરીઝમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. ભારતીય ટીમ ઘણી મુશ્કેલીમાં જોવા મળી છે. મેચ પૂર્ણ થયા બાદ માર્ક વુડે એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.

સમગ્ર મેચની વાત કરીએ તો પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ પાસે 190 રનની લીડ હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડે 420 રન બનાવ્યા હતા. ભારતને 231 રનનો ટાર્ગેટ હતો પરંતુ 202 રન જ બનાવી શકી હતી. જેના કારણે હાર મળી છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ આ મેચમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યા હતા. માર્ક વુડે મેચ પૂર્ણ થયા બાદ આ ભારતીય ખેલાડીના ખૂબ વખાણ કર્યા છે.

માર્ક વુડે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે અમે આજે ભલે મેચ જીત્યા પરંતુ આ ગુજરાતી અમારા પર સતત કાળ બન્યો હતો. તે એક સમયે એકલા હાથે મેચ જીતાડી શકે તેમ હતો. તેની બોલિંગ અને બેટિંગ બંને ઘણી ઘાતક જોવા મળી હતી. તે અમારા પર ભારે પડ્યો હોય તેવું પણ કહી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ગુજરાતી ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે માર્ક વુડે તાજેતરમાં રવિન્દ્ર જાડેજાની બોલિંગ અને બેટિંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે પ્રથમ બંને દિવસ દરમિયાન રવિન્દ્ર જાડેજા અમારા પર કાળ બન્યો હતો. તેણે સૌ પ્રથમ બોલિંગમાં અને ત્યારબાદ બેટિંગમાં ધમાલ મચાવી હતી. જો તે બીજા દાવ દરમિયાન બેટિંગમાં સફળ રહ્યો હોત તો અમે મેચ હારીએ તેમ હતા. તે ફરી એક વખત ભારે પડ્યો છે.

માર્ક વુડે વધુમાં જણાવ્યું કે જાડેજા ઉપરાંત બુમરાહે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમ હાલમાં બોલિંગ અને બેટિંગ બંનેમાં ઘણી મજબૂત જોવા મળી છે. આગામી ચારેય મેચો અમારા માટે ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થવાની છે તે પણ નક્કી છે. અમે બીજી મેચમાં પણ જીત મળે તેમાં પ્રયત્નો કર્યા છે. અત્યારથી જ પ્રેક્ટિસ પણ શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *