ધોની અને રોહિત જેવી શક્તિ ધરાવતા આ ખેલાડીની આફ્રિકા પ્રવાસ માટે પસંદગી ન થતા પસંદગીકારો પર ઉઠયા અનેક સવાલો…

તાજેતરમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતે 1-0 થી વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારતીય ટીમ ત્યારબાદ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. સાઉથ આફ્રિકા સામે ભારતનો પ્રવાસ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. બીસીસીઆઇ દ્વારા સાઉથ આફ્રિકા સામેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ થઇ ચૂકી છે. રોહિત શર્માને વન-ડે ફોર્મેટમાં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાવાની છે. 26 ડિસેમ્બરના રોજ પહેલી ટેસ્ટ સીરીઝનો આરંભ થશે. સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ એક એવા ખેલાડીને સામેલ કરવામાં આવ્યો નથી કે જે રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની જેવી શક્તિ ધરાવે છે. તો ચાલો તે ખેલાડી વિશે જાણીએ.

દિલ્હી કેપિટલ્સ તરફથી રમનાર પૃથ્વી શો ખતરનાક બેટીંગ કરે છે. રોહિત શર્માની જેમ તેણે પણ ડેબ્યું મેચમાં સદી ફટકારી હતી. પૃથ્વી શોની લાંબી ઇનીંગ રમવાની કળાથી સૌ વાકેફ છે. પૃથ્વી શો એકવાર લયમાં આવ્યા પછી કોઈપણ બોલર સામે આક્રમક બેટિંગ કરે છે. શરૂઆતમાં ઝડપી બેટિંગ કરીને બોલર પર દબાણ ઉભુ કરે છે. પૃથ્વીની બેટિંગમાં રોહિત શર્માની છાપ દેખાય છે.

પૃથ્વી શો ભારતીય ટીમ માટે એક સારો ઓપનિંગ ખેલાડી સાબિત થઇ શકે છે. જો રોહિત શર્મા સાઉથ આફ્રિકાના પ્રવાસ પર અન્ય કારણોસર બહાર થાય તો તેના સ્થાને પૃથ્વી શોની પસંદગી થઇ શકે તેમ હતી. તેને આ પ્રવાસ પર સ્થાન મળ્યું નથી. રિષભ પંત અને શુભમન ગિલને ભારતીય ટીમમાં તક આપવામાં આવે છે. પરંતુ પસંદગીકારો દ્વારા પૃથ્વી શોને તક આપવામાં આવતી નથી.

પૃથ્વી શોએ ભારતને એક ખિતાબ પણ અપાવ્યો છે. 2019 માં અંડર-19 વર્લ્ડકપ ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને કપ જીત્યું હતું. ત્યારે તે વિજેતા ટીમનો કેપ્ટન પૃથ્વી શો હતો. જ્યારે શુભમન ગિલ અને શિવમ માવી જેવા ખેલાડીઓ ટીમમાં હતા. પૃથ્વી શોના ખરાબ પ્રદર્શનના કારણે તેને ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે વાપસી કરી શક્યો નથી.

મહેન્દ્રસિંહ ધોની હેલિકોપ્ટર શોટ અને મેચ ફિનીશર તરીકે વિશ્વભરમાં જાણીતા છે. પૃથ્વી શો પણ ધોનીની જેમ લાંબા છગ્ગા ફટકારવા માટે પ્રખ્યાત છે. પૃથ્વી શો પણ ધોનીની જેમ આક્રમક બેટિંગ કરે છે. પૃથ્વી શો અને મહેન્દ્રસિંહ ધોનીની વાતચીતના વીડિયો ઘણી વખત સામે આવતા હોય છે. પસંદગીકારો દ્વારા સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે આ ખેલાડીની પસંદગી થઇ નથી.

સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સિરીઝ માટે વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *