ભારતના મલિંગા સાથે થયું સોતેલી માં જેવું વર્તન, ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારતીય ટીમે તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં વિજય મેળવ્યો છે. ત્યારબાદ હવે ભારતીય ટીમ શ્રીલંકા સામે 24 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. આ ઉપરાંત શ્રીલંકા સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. આ બંને સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ ટીમ ઇન્ડિયામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ઘણા લાંબા સમયથી બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આઇપીએલના પ્રદર્શનના આધારે ઘણા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે.

શ્રીલંકા સામેની સિરીઝ માટે જાહેર કરવામાં આવેલી ભારતીય ટીમમાં પસંદગીકારોએ આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાંથી દૂધમાંથી માખીની જેમ બહાર કાઢયો છે અને તેની સાથે સતત સોતેલી માં જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ ખેલાડીએ આવતાની સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધૂમ મચાવી હતી, પરંતુ હાલમાં બહાર રાખવામાં આવી રહ્યો છે તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ટીમ ઇન્ડિયામાં યોર્કર મેન તરીકે જાણીતો ટી નટરાજન લગભગ એક વર્ષથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહ્યો છે. પસંદગીકારોએ તેની સતત અવગણના કરી છે. નટરાજને છેલ્લી મેચ માર્ચ 2021માં ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમી હતી. ત્યારબાદ પસંદગીકારો દ્વારા તેને પૂછવામાં આવ્યું નથી. આ ખેલાડી લસિથ મલિંગા અને જસપ્રીત બુમરાહની જેમ યોર્કર બોલિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

ટી નટરાજનને ભારતીય ટીમમાં ખૂબ જ ઓછી તકો મળી છે. આ ખેલાડીએ ભારત માટે 1 ટેસ્ટ મેચ, 4 ટી-20 મેચ અને 2 વન-ડે મેચો રમી છે. આઇપીએલ 2020માં તેના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. 30 વર્ષના આ ફાસ્ટ બોલરને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં ડ્રીમ ડેબ્યૂ કરવાની તક મળી હતી.

ટી નટરાજન પોતાની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. પરંતુ પસંદગીકારો દ્વારા શા કારણે તેને નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે તેનો ખ્યાલ આવતો નથી. આ ખેલાડી હાલમાં ટીમ ઇન્ડિયામાં પ્રવેશવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. તાજેતરમાં શ્રીલંકા સામેની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી, જેમાં આ ખતરનાક ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *