મહેન્દ્રસિંહ ધોનીનો આ ફેવરિટ ખેલાડી બનશે RCBનો કેપ્ટન…
ઇન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વમાં સૌથી વધુ જોવામાં આવતી લીગ છે. આઇપીએલ 2022ની 15મી સીઝન પહેલા 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓકશનનું આયોજન થવાનું છે. આવી સ્થિતિમાં તમામ ટીમો પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ પણ જાહેર કર્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો આ ટીમે ત્રણ ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને 15 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલને 10 કરોડ અને મોહમ્મદ સિરાજને 7 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવ્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાંથી કરશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ગત સિઝન પૂર્ણ થયા બાદ જણાવ્યું હતું કે તે આગામી સિઝનમાં કેપ્ટનશીપ કરશે નહીં. આવી સ્થિતિમાં આરસીબીની ટીમ નવા કેપ્ટનની શોધ કરી રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ મહેન્દ્ર સિંહ ધોનીના આ ખેલાડીને આગામી કેપ્ટનના રૂપમાં ટીમમાં સામેલ કરી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન અને વિશ્વના ટોચના ઓલરાઉન્ડર જેસન હોલ્ડર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના આગામી કેપ્ટન બની શકે છે. આ ખેલાડી પર આરસીબીની ટીમ મોટી બોલી લગાવીને તેને ખરીદવા પ્રયત્ન કરશે. આ ખેલાડીની કુશળતા અનુસાર તેના પર મેગા ઓક્શનમાં 12 કરોડ સુધીની બીડ લાગી શકે છે.
પીટીઆઇના એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે આરસીબીની ટીમે જેસન હોલ્ડર માટે 12 કરોડ રૂપિયા, અંબાતી રાયડુ માટે 8 કરોડ રૂપિયા, રીયાન પરાગ માટે 7 કરોડ રૂપિયા રાખ્યા છે. આ ખેલાડીઓ પર લગભગ 27 કરોડ જેટલા રૂપિયા ખર્ચ કરે તો તેમની પાસે 28 કરોડ રૂપીયા વધશે. આ ઉપરાંત તેણે કહ્યું કે આ તમામ ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે.
વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર ખેલાડી જેસન હોલ્ડર વિશ્વભરના ઓલરાઉન્ડરમાં પ્રથમ સ્થાને આવે છે. આ ખેલાડી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરશે તો ટીમને ફાઇનલ સુધી પહોંચાડી શકે છે. આ ઉપરાંત આરસીબીની ટીમ મેગા ઓક્શનમાં અન્ય હુન્નર ધરાવતા ખેલાડીઓને પણ ખરીદવા પ્રયત્ન કરશે.