મહેન્દ્રસિંહ ધોનીના કારણે આ ઘાતક ખેલાડીનું કરિયર થયું બરબાદ…

ભારતીય ટીમ વિશ્વમાં સૌથી મજબૂત ટીમ ગણવામાં આવે છે. પહેલેથી જ ભારતીય ટીમમાં ઘણી ઊંડાઈ જોવા મળી છે. આ ઉપરાંત વિશ્વના ઘાતક ખેલાડીઓમાં ભારતીય ખેલાડીઓ ટોપ પર રહેલા છે. ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું નામ પણ દરેક રેકોર્ડમાં મોખરે હોય છે. ધોનીએ ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન અને ફિનીશર્સની ભૂમિકા ભજવી હતી.

ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઇન્ડિયાને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આજે પણ વિકેટની પાછળ ધોનીની ચપળતા દેખાઇ રહી છે. મહેન્દ્રસિંહ ધોની પહેલેથી જ આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમે છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઇ સુપરકિંગ્સ ચાર ખિતાબ જીતી ચૂકી છે.

મહેન્દ્રસિંહ ધોનીના કારણે ઘણા ખેલાડીઓની કારકિર્દી ખતમ થઇ છે. મહેન્દ્રસિંહ ધોની જ્યાં સુધી ભારતીય ટીમમાં હતો ત્યાં સુધી તે વિકેટકીપરની ભૂમિકા ભજવતો હતો. તેના જબરદસ્ત પ્રદર્શનના કારણે અન્ય ખેલાડીને તક મળી નહીં. તેના કારણે આ ઘાતક ખેલાડીઓની કારકિર્દી ખતમ થઇ છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક ઘાતક બેટિંગ માટે જાણીતો છે. દિનેશ કાર્તિક મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીને ટીમની કમાન સંભાળી શકે છે. આ ખેલાડી આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી પણ રમી ચૂક્યો છે. તેણે કોલકત્તા નાઇટ રાઇડર્સની કેપ્ટનશીપ કરીને ટીમને પ્લે ઓફ સુધી પહોંચાડી હતી.

ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના કારણે દિનેશ કાર્તિકને ભારતીય ટીમમાં તકો મળતી ન હતી. મહેન્દ્રસિંહ ધોનીએ લગભગ 16 વર્ષ સુધી ભારતીય ટીમ માટે ક્રિકેટ રમી અને ત્યાં સુધી વિકેટકીપરના સ્થાને ધોનીએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું. આ પરથી કહી શકાય કે ધોનીના કારણે દિનેશ કાર્તિકની કારકિર્દી ખતમ થઇ ગઇ છે.

મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ પછી એવી અટકળો લગાવવામાં આવતી હતી કે દિનેશ કાર્તિક તેના સ્થાને કાયમી જગ્યા મેળવી શકે છે. પરંતુ ત્યારબાદ યુવા ખેલાડી રિષભ પંતને તેના સ્થાને તક આપવામાં આવી હતી. રિષભ પંતના સારા પ્રદર્શનના કારણે તે ટીમ ઇન્ડિયામાં કાયમી જગ્યા બનાવવામાં સફળ થયો. આવા કારણોસર દિનેશ કાર્તિક ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી શક્યો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *