ધોનીની જેમ આ ઘાતક ખેલાડીએ સિક્સર મારીને જીતાડ્યો વર્લ્ડકપ… – જુઓ વિડિયો
હાલમાં ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડકપ રમી રહી હતી. ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ચાર ખિતાબો જીત્યા હતા. અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમને વિશ્વની સૌથી સફળ ટીમ માનવામાં આવે છે. આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ કપમાં પણ ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કરીને પાંચમી વખત ટીમ ઈન્ડિયાને અંડર-19 વર્લ્ડકપ અપાવ્યો છે.
અંડર-19 વર્લ્ડકપ 2022માં શરૂઆતથી જ ભારતીય ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ભારતીય ટીમે સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચનો મુકાબલો થયો હતો. ભારતીય ટીમે સમગ્ર મેચ દરમિયાન પોતાની પકડ રાખીને અંગ્રેજો સામે જબરદસ્ત જીત હાંસલ કરી હતી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ફાઇનલ મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ તેનો આ નિર્ણય ખોટો સાબિત કર્યો હતો. ઇંગ્લેન્ડે ભારતને 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ભારતીય ટીમે આ પાંચમો ખિતાબ પોતાના નામે કર્યો છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ ફાઇનલ મેચમાં ઘણી અજાયબીઓ જોવા મળી છે. તમને જણાવી દઇએ કે આ ઘાતક ખેલાડીએ સતત બે બોલમાં બે સિકસર મારીને ભારતીય ટીમને જીત અપાવી હતી. તેણે મહેન્દ્રસિંહ ધોનીની યાદ અપાવી હતી. મહેન્દ્રસિંહ ધોનીએ જે રીતે છેલ્લા બોલે સિક્સર મારીને વર્લ્ડકપ જીતાડયો હતો તેવી જ રીતે આ ખેલાડીએ પણ છેલ્લા બોલે સિક્સર મારી હતી.
ભારતીય ખેલાડી દિનેશ બાવાએ છેલ્લા બોલે સિક્સર મારીને બોલને બાઉન્ડ્રીની બહાર ફેંક્યો હતો. આ સાથે જ ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો. આ ખેલાડી છેલ્લા બોલે સિક્સર ફટકારીને વિશ્વભરમાં પ્રસિદ્ધ થયો છે. આઇપીએલ 2022 પહેલા યોજનાર મેગા ઓક્શનમાં પણ આ તમામ ખેલાડીઓ પર મોટી બોલી લાગી શકે છે અને પૈસાનો વરસાદ થઇ શકે છે.
યશ ધુલની કેપ્ટનશીપમાં ભારતે પાંચમી વખત ટાઇટલ જીત્યું છે. યશ પહેલા ભારતે મોહમ્મદ કૈફ (2000), વિરાટ કોહલી (2008), ઉન્મુક્ત ચંદ (2012), પૃથ્વી શો (2018) ની કેપ્ટનશીપ હેઠળ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમે અંગ્રેજોની ટીમ સામે ફરીએકવાર જીત હાંસલ કરીને ભારતે પાંચ ખિતાબ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.
જુઓ વીડિયો :-
Champions??❤ pic.twitter.com/iHPDcGB3tL
— Sahil? (@sahil_18vk) February 5, 2022