કુલદીપ યાદવ કે યુઝવેન્દ્ર ચહલ, કોને મળશે સ્થાન? VVS લક્ષ્મણે કરી મોટી જાહેરાત…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ત્રણ મેચોની ટી-20 સિરીઝની શરૂઆત થવાની છે. આ સિરીઝ 18 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી રમાશે. ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ ખાતે આવી પહોંચી છે અને મેદાન પર સતત પ્રેક્ટિસ કરતી જોવા મળી છે. બીસીસીઆઇ દ્વારા આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

હાર્દિકની આગેવાની હેઠળ ભારતીય ટીમ ત્રણેય મેચમાં વિજય મેળવવા પ્રયત્ન કરશે. ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડને આરામ આપવામાં આવ્યો હોવાના કારણે કોચિંગ તરીકેની જવાબદારી વીવીએસ લક્ષ્મણને સોંપવામાં આવી છે. સિરીઝ શરૂ થાય તે પહેલા જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે ઘણી મહત્વની વાતો કરી છે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મહત્વની જાહેરાત કરી છે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં મુખ્ય સ્પીનર તરીકે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ બંનેને સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા એક કેપ્ટન તરીકે આ બંને ખેલાડીઓ માંથી કોને સ્થાન આપે તે જાણવું જરૂરી છે. તાજેતરમાં લક્ષ્મણ દ્વારા આ બાબતે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને કોને સ્થાન આપશે તે પણ જણાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે તેના પર એક નજર કરીએ અને જાણીએ.

વીવીએસ લક્ષ્મણે જણાવ્યું છે કે ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. એક પણ બોલર વિકેટ લઇ શક્યો નહોતો. આવી સ્થિતિમાં અમે હવે મધ્યમ ઓવરમાં વિકેટ લેવાના ટાર્ગેટ પર કામ કરી રહ્યા છીએ. જેથી કુલદીપ અને ચહલ બંનેને સામેલ કરવા જરૂરી છે. આ બંનેને અત્યારથી જ તૈયાર કરવામાં આવશે.

લક્ષ્મણે વધુમાં કહ્યું કે ભારતનું મુખ્ય લક્ષ્ય મધ્ય ઓવરમાં વિકેટ લેવાનું છે. આવી સ્થિતિમાં તે બંનેને તક આપવામાં આવશે. ચહલને વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું હતું પરંતુ એક પણ મેચમાં રમવાની તક મળી ન હતી. જેથી હવે આ બદલાવો કરવામાં આવશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં બંને સ્પીનરો સાથે જોવા મળે તેવી શક્યતા છે. અંતિમ નિર્ણય પીચના આધારે લેવામાં આવશે.

ભારતીય ટીમ વર્ષ 2013 બાદ એક પણ આઇસીસી ટ્રોફી જીતી શકી નથી. જેથી હવે મજબૂત ટીમ બનાવવામાં આવશે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને સમય પત્રક મુજબ તક આપવામાં આવશે. ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝ પૂર્ણા થયા બાદ વનડે સિરીઝ પણ રમાવાની છે. આ ઉપરાંત ત્યારબાદ ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે અને ટેસ્ટ સિરીઝ રમવા માટે જવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *