જબરજસ્ત રન આઉટ કર્યા બાદ આવું કરીને કૃણાલ પંડ્યાએ જીત્યા ચાહકોના દિલ… – જુઓ વીડિયો

આઇપીએલ 2021ના બીજા તબક્કામાં ગઈકાલે એટલે કે મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં મુંબઇએ પંજાબને 6 વિકેટે માત આપી હતી. પરંતુ આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલને રન આઉટ કરવાની અપીલ પાછી ખેંચીને સ્પોર્ટ્સ સ્પિરીટ બતાવી હતી.

આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છે કે, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇશાન કિશનને પડતી મુકીને કેટલાક ફેરફારો સાથે રમતમાં પ્રવેશ કરી રહી હતી. ઇશાન કિશનના સ્થાને સૌરભ તિવારી અને એડમ મિલનના સ્થાને નાથન કોલ્ટર-નાઇલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

પંજાબ કિંગ્સ તરફથી મયંક અગ્રવાલના સ્થાને મનદીપ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પંજાબ કિંગ્સની ઇનિંગની છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર ક્રિસ ગેલ સ્ટ્રાઈક પર હતો અને કૃણાલ પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો, અને કેએલ રાહુલ નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલો હતો. કૃણાલ પંડ્યાએ ઓવરનો છેલ્લો બોલ યોર્કર ફેંક્યો હતો, જે ગેલના બેટે વાગ્યા બાદ સીધો કેએલ રાહુલને જઇને ટકરાયો હતો.

રાહુલને બોલ ટકરાતા તેનું સંતુલન બગડી ગયું હતું અને તે બોલ કૃણાલ પંડ્યાના હાથમાં આવતા તેણે સ્ટમ્પ પર મારી દીધો હતો. આ સમયે રાહુલ ક્રિઝની બહાર હતો, અને આઉટ પણ હતો, કૃણાલે પહેલા તો અમ્પાયર સામે આઉટ માટે અપીલ કરી પરંતુ અંતે આઉટની અપીલને પાછી ખેંચી લઇને સ્પોર્ટસ સ્પિરીટ બતાવી હતી.

જબરજસ્ત રન આઉટ બાદ પણ કૃણાલ પંડ્યાએ અમ્પાયરને રનઆઉટની સમીક્ષા કરતા અટકાવ્યા હતા. આ ઉપરાંત રન આઉટ થયા બાદ કેએલ રાહુલ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને અંગૂઠો આપતો જોવા મળ્યો હતો.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *