મુંબઇ કરતા પણ વધુ ઘાતક બની કોલકાતાની ટીમ, જાણો કયા ખેલાડીઓ થયા સામેલ…
આઇપીએલ 2022 શરૂ થાય તે પહેલા બેંગ્લોર ખાતે યોજાયેલ મેગા ઓક્શનમાં અમદાવાદ અને લખનઉ મળીને ટોટલ 10 ટીમો વચ્ચે મોટી જંગ ચાલી રહી હતી. તમામ ટીમો પોતાના મનપસંદ ખેલાડીઓને ખરીદવા માટે મોટી બોલી લગાવી રહ્યા હતા. આ ઉપરાંત હાલમાં તમામ ટીમોએ આઇપીએલ 2022 માટે ખેલાડીઓને ખરીદીને ટીમ તૈયાર કરી છે.
કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો આ ટીમે ટોટલ 4 ખેલાડીઓને મેગા ઓક્શન પહેલા જાળવી રાખ્યા હતા. આન્દ્રે રસેલ (12 કરોડ), વરુણ ચક્રવર્તી (8 કરોડ), વેંકટેશ ઐયર (8 કરોડ) અને સુનીલ નારાયણ (6 કરોડ) સહિત આ ચાર ખેલાડીને જાળવી રાખ્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાંથી કરવામાં આવી છે. તો ચાલો જોઇએ કોલકાતા નાઇટ રાઇડર્સે કયા ખેલાડીઓને ખરીદ્યા છે.
શ્રેયસ અય્યર (12.25 કરોડ), શેલ્ડન જેક્સન (60 લાખ), અજિંક્ય રહાણે (1 કરોડ), રિંકુ સિંહ (55 લાખ), બાબા ઇન્દ્રજીથ (20 લાખ), અભિજીત તોમર (40 લાખ), સેમ બિલિંગ્સ (2 કરોડ), એલેક્સ હેલ્સ (1.50 કરોડ), રસિક દાર (20 લાખ), અશોક શર્મા (55 લાખ), ટિમ સાઉથી (1.5 કરોડ), ઉમેશ યાદવ (2 કરોડ).
પેટ કમિન્સ (7.25 કરોડ), નીતિશ રાણા (8 કરોડ), શિવમ માવી (7.25 કરોડ), અનુકુલ રોય (20 લાખ), ચમિકા કરુણારત્ને (50 લાખ), પ્રથમ સિંહ (20 લાખ), રમેશ કુમાર (20 લાખ), મોહમ્મદ નબી (1 કરોડ), અમન ખાન (20 લાખ). આ તમામ ખેલાડીઓને કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા મેગા ઓક્શનમાંથી ખરીદવામાં આવ્યા છે.
કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ કરતા પણ ઘાતક બની ગઇ છે. આ ટીમમાં ઘણા ઘાતક ઓલરાઉન્ડર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યા આઉટ થયા પછી તેમાં ઓલરાઉન્ડર ખેલાડી રહ્યો નથી અને ખરીદવામાં પણ આવ્યો નથી. આવી સ્થિતિમાં તેની ટીમ નબળી બની છે.
આઇપીએલ 2022માં ટોટલ 10 ટીમો મેદાન પર મોટી જંગ કરતી જોવા મળશે. મહત્વનું એ છે કે કેપ્ટન દ્વારા મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ટીમને મેદાનમાં ઉતારવામાં આવશે. આવી સ્થિતિમાં કોઇ પણ ટીમ ભૂલ કરશે તો તે તરત જ પ્લેઓફમાંથી બહાર થઇ જશે. ગુજરાતી ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પણ આ વર્ષે આઇપીએલમાં રંગ જમાવશે.