નારાયણની ફીરકીમાં ફસાઈ કોહલીની ટીમ, 2015 બાદ કરી બતાવ્યું આ કારનામું…

આઇપીએલ 2021 માં ગઈકાલે એટલે કે સોમવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચાર વિકેટે માત આપી સેમિફાઇનલ-2માં સ્થાન બનાવ્યું છે.

મેચ ની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી વિકેટ માટે ચેલેન્જર્સ બેંગલોરે 49 રન જોડ્યા હતા. ત્યારબાદ સતત વિકેટ પડતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 20 ઓવરમાં માત્ર 138 રન બનાવી શકી હતી. જેમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનિલ નારાયણે જબરદસ્ત બોલિંગ કરી હતી. તેણે 2015 બાદ આ મેચમાં ચાર વિકેટ લેવાનું કારનામું કરી બતાવ્યુ હતું. 2015ની પહેલી જ મેચમાં તેણે મુંબઇ ઇન્ડિયન્સ સામે 19 રન આપીને ચારે વિકેટ લીધી હતી. ત્યારબાદ આ મહત્વપૂર્ણ મેચમાં તેણે 21 રન આપીને ચારે વિકેટ પોતાના નામે કરી છે.

સુનિલ નારાયણ સિવાય વરુણ ચક્રવર્તીએ પણ જબરદસ્ત બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર 20 રન આપ્યા હતા. આ ઉપરાંત ફાસ્ટ બોલિંગ ની વાત કરીએ તો લોકી ફર્ગ્યુસને પોતાની ચાર ઓવરમાં 30 રન આપીને બે વિકેટ પોતાના નામે કરી હતી. જીત માટે કેકેઆરને 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

રનનો પીછો કરવા માટે ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે જબરદસ્ત શરૂઆત કરી હતી. પરંતુ પર્પલ કેપ ફોલ્ડર હર્ષલ પટેલે શુભમન ગિલને આઉટ કરી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાપસી કરાવી હતી. ત્યારબાદ પણ કોલકાતા નાઈટ રાઈડર્સે મેચ પર જબરદસ્ત પકડ બનાવી રાખી હતી.

એક સમયે લાગી રહ્યું હતું કે મેચ કોલકાતાના હાથમાંથી નીકળી રહી છે. પરંતુ વેંકટેશ ઐયરના આઉટ થયા બાદ સુનિલ નારાયણ રમવા માટે આવ્યો હતો. તેણે ડેન ક્રિશ્ચિયનની ઓવરમાં ત્રણ ગગનચુંબી છગ્ગા મારીને મેચ કેકેઆરની તરફ ઝુકાવી દીધી હતી.

સુનિલ નારાયણની આ તાબડતોડ ઇનિંગ બાદ આરસીબી પાસે વાપસીનો એક પણ મુકો રહ્યો ન હતો. અંતે આ મેચ કોલકાતા નાઇટ રાઈડર્સે ચાર વિકેટે જીતી સેમિફાઇનલ-2માં પોતાનું સ્થાન બનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *