કેપ્ટન બાદ ટીમમાંથી પણ કપાશે કોહલીનું પત્તું! નંબર 3 પર ઉતરશે આ ઘાતક ખેલાડી…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાવાની છે. પ્રથમ વન-ડે મેચ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે રમાશે. ઘણા લાંબા સમય બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી થતાની સાથે ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં પોતાના કરિયરમાં સૌથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. વિરાટ કોહલી છેલ્લા બે વર્ષ દરમ્યાન એક પણ સદી ફટકારી શક્યો નથી. આ ઉપરાંત ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનશીપ પણ ગુમાવી દીધી છે. હાલમાં વિરાટ કોહલીનું બેટ પણ શાંત જોવા મળી રહ્યું છે.
છેલ્લા ઘણા સમયથી બીસીસીઆઇ અને વિરાટ કોહલી વચ્ચે વાદ વિવાદો ચાલી રહ્યા હતા. વિરાટ કોહલીનું ફોર્મ આવી રીતે ખરાબ રહેશે તો તેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે અને ભારતીય ટીમનો આ ઘાતક ખેલાડી તેનું સ્થાન લઈ શકે છે. આવનારા સમયમાં વિરાટની જગ્યા લેવા માટે આ ખેલાડી સૌથી મોટો દાવેદાર ગણાય છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીના સ્થાને સૂર્યકુમાર યાદવ નંબર ત્રણ પર ઉતરી શકે છે. નંબર 3 પર સુર્યકુમાર યાદવ ઘણો ખતરનાક સાબિત થઇ શકે છે. તે લાંબી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. સૂર્યકુમાર યાદવ ખૂબ જ શાંત ખેલાડી છે અને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં તે ભારતીય ટીમને ઘણો સફળ સાબિત થઈ શકે છે.
વિરાટ કોહલી બાદ રોહિત શર્માને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને સૂર્ય કુમાર યાદવ રોહિત શર્માનો ફેવરિટ ખેલાડી ગણવામાં આવે છે. તે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ રમી રહ્યો છે. આવી સ્થિતિમાં આ ખેલાડીને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો છે અને પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન મળી શકે છે.
વિરાટ કોહલી હાલમાં નંબર ત્રણ પર નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં વન-ડાઉન બેટ્સમેન તરીકે સુર્યકુમાર યાદવ મેદાને ઉતરી શકે છે. ટીમ ઇન્ડિયામાં પ્રવેશવા માટે ઘણા લાંબા સમયથી આ ખેલાડી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ ઉપરાંત ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પણ તેણે ઘણા રન બનાવ્યા છે. આગામી સમયમાં આ ખેલાડી ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકે છે.