રોહિત શર્માની અંડરમાં નહીં રમે કોહલી, જાણો શું છે સમગ્ર મામલો…

ટી 20 વર્લ્ડકપમાં ભારતના ખરાબ પ્રદર્શનના કારણે સેમિફાઇનલમાં પણ સ્થાન નહોતું મળ્યું. સોશિયલ મીડિયા પર પણ ભારતના ખેલાડીઓને ટ્રોલ કરવામાં આવ્યા હતા. ભારતના ખરાબ પ્રદર્શનના કારણે વિદેશી ખેલાડીઓ પણ ટીકા કરી રહ્યા છે. વિશ્વની સૌથી મજબૂત ટીમ ઇન્ડિયા અમુક ભૂલોના કારણે સેમિફાઇનલમાં પ્રવેશી શકી નહીં.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મુસ્તાક અહેમદે ભારતીય ટીમ પર કટાક્ષ કર્યા છે. તેણે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે થયેલા ઝઘડાને લઇને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ નિવેદનથી ભારતીય ટીમમાં ખળભળાટ મચી ગયો છે. વિરાટ કોહલીના કેરિયર પર સવાલો ઉઠી રહ્યા છે.

મુસ્તાક અહેમદનું કહેવું છે કે, ભારતીય ટીમમાં બે ગ્રુપ પડી ગયા છે. વિરાટ કોહલી જલ્દીથી ટી 20 રમવાનું છોડી દેશે. ઉલ્લેખનીય છે કે ટી 20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળ ભારત હારી ગયું હતું અને તેની સામે ઘણા સવાલો ઉભા થયા છે. આગામી દિવસોમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ઘણા વિવાદો થઇ શકે છે.

પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર મુશ્તાક અહેમદનું એવું માનવું છે કે જ્યારે કોઇ સફળ કેપ્ટન પોતાની કેપ્ટનશિપ છોડી દે ત્યારે સમજી જવાનું કે ડ્રેસિંગરૂમમાં બધું બરાબર નથી. તેણે કહ્યું કે ડ્રેસિંગરૂમમાં બે ગ્રુપ પડી ગયા છે. એક દિલ્હીનું ગ્રુપ અને બીજુ મુંબઇનું ગ્રુપ જેના કારણે આ વિવાદ ઉભો થયો છે. મુસ્તાકે કહ્યું કે મને એવું લાગે છે કે કોહલી આઇપીએલ રમવાનું ચાલુ રાખશે પણ ટી 20 ઇન્ટરનેશનલ રમવાનું બંધ કરી દેશે.

અહેમદે કટાક્ષ કરતા કહ્યું કે, આઇપીએલના થાકના કારણે ભારતીય ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. આઇપીએલના કારણે અને બાયોબબલમાં રહેવાને કારણે ભારતીય ખેલાડીઓ થાકી ગયા હતા. ભારતીય ખેલાડીઓને આઇપીએલ અને વિશ્વકપ વચ્ચે આરામ આપવો જરૂરી હતો. પ્રથમ બે મેચમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ ડ્રેસિંગ રૂમમાં ખળભળાટ મચી ગયો છે. બધા પૂર્વ ક્રિકેટરોએ આ બાબતે પોતાના નિવેદન આપ્યા છે. ભારતીય ટીમમાં પણ નવા કેપ્ટન બનતાની સાથે ઘણા ફેરફારો થયા છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ પહેલી વખત ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ રમવા માટે મેદાને ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *