કોહલી આ સિનિયર ખેલાડી પર રાખશે દયા! અંતિમ ટેસ્ટમાં થશે વાપસી…

ભારત અને આફ્રિકા વચ્ચે ચાલી રમાઇ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતે પ્રથમ મેચમાં વિજય મેળવ્યો હતો. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી હવે સિરીઝ એક-એકથી બરાબર થઇ ગઇ છે. આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં 11 જાન્યુઆરીએ શરૂ થશે. આ મેચ બંને ટીમો માટે નિર્ણાયક મેચ રહેશે.

બીજી ટેસ્ટ મેચમાં કોહલી બહાર થતા કેએલ રાહુલને કેપ્ટન અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પરત ફરી શકે છે અને પ્લેઇંગ ઇલેવનમાં પણ મોટા ફેરફારો થઇ શકે છે. ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચ જીતીને સમગ્ર સિરીઝ પર જીત હાંસલ કરવા પ્રયત્ન કરશે.

ભારતનો સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ બીજી ટેસ્ટ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. તે સંપૂર્ણપણે પોતાની લયમાં દેખાતો ન હતો. વિપક્ષી બેટ્સમેનોએ તેની સામે જોરદાર રન બનાવ્યા હતા. સિરાજ તેની ઓવરનો છેલ્લો બોલ પણ ફેંકી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ત્રીજી ટેસ્ટ મેચમાંથી તે બહાર થઇ શકે છે અને આ ઘાતક ખેલાડીની વાપસી થઇ શકે છે.

ત્રીજી ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજના સ્થાને અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માને સ્થાન મળી શકે છે. ઇશાંત શર્માને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ અને બીજી ટેસ્ટ મેચમાં રમવાની તક મળી ન હતી. આ ખેલાડીને તક આપવામાં આવે તો ત્રીજી ટેસ્ટ મેચમાં તબાહી મચાવી શકે છે. કોઇ પણ બેટ્સમેન માટે તેના બોલને રમવું સરળ હતી.

ઇશાંત શર્માએ 2007માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને આ ખેલાડીએ 100થી વધુ ટેસ્ટ મેચો રમી છે. જેમાં તેણે 311 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા ફાસ્ટ બોલરના કારણે ઇશાંત શર્માને ભારતીય ટીમમાં તક મળતી નથી. છેલ્લા ઘણા સમયથી તે વનડે ક્રિકેટમાં પણ જોવા મળ્યો નથી.

આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઇશાંત શર્મા તકનો લાભ ઉઠાવીને સફળ સાબિત થઇ શકે છે. બીજી ટેસ્ટ મેચમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમની નજર ત્રીજી ટેસ્ટ મેચ જીતવા પર રહેશે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલર તરીકે ઇશાંત શર્માને સ્થાન આપી શકે છે. ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાસ રચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *