કોહલીએ નોંધાવ્યો ‘વિરાટ રેકોર્ડ’, આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યો…

મહત્વનું છે કે, ચાલુ આઈપીએલ બાદ વિરાટ કોહલીએ આરસીબી છોડવા અંગેની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા. પરંતુ કેપ્ટનશિપ છોડવા અંગેની જાહેરાત કર્યા બાદ વિરાટ કોહલી સારા ફોર્મમાં નજરે આવી રહ્યો છે. તેણે સતત બે મેચમાં બે અડધી સદી ફટકારી છે.

વિરાટે પહેલા તો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તાબડતોડ ઇનિંગ રમી હતી. ત્યારબાદ ગઈકાલે એટલે કે રવિવારે મુંબઇ ઇન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં પણ વિરાટ પોતાના રંગમાં નજરે આવ્યો હતો. આ મેચ દરમિયાન કોહલીએ એક વિરાટ રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો હતો. તે ટી 20 ક્રિકેટમાં 10 હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય બની ગયો છે.

વિશ્વ ક્રિકેટમાં આ કારનામું કરનાર તે લગભગ પાંચમો બેટ્સમેન બની ગયો છે. કોહલી પહેલા ક્રિસ ગેલ, કીરોન પોલાર્ડ, શોએબ મલિક અને ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નર ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં 10,000 હજાર બનાવી શક્યા છે.

તમને જણાવી દઈએ કે, ક્રિસ ગેલ બાદ સૌથી ઝડપી 10 હજાર રન બનાવવાનું કારનામું વિરાટે કરી બતાવ્યું છે. તેણે બાકીના ત્રણ બેટ્સમેનોને આ મામલે પાછળ ધકેલી દીધા છે. વિરાટ કોહલીએ કીરોન પોલાર્ડ, શોએબ મલિક અને ડેવિડ વોર્નરથી ઝડપી આ કારનામું કરી બતાવ્યું છે.

વિરાટ કોહલીએ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં 13 રન બનાવતાની સાથે જ આ ખાસ સિદ્ધી પ્રાપ્ત કરી હતી. તેણે ટી 20 કારકિર્દીની 299મી ઈનિંગમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો છે. કોહલીએ ટી 20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં 5 સદી અને 73 અડધી સદી બનાવી છે. તેનો સૌથી વધુ સ્કોર 113 રન રહ્યો છે.

આઈપીએલમાં પણ વિરાટ કોહલી 6 હજાર રન બનાવનારા એક માત્ર ખેલાડી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં તે 53 રને આઉટ થઈ જતાં આ સિદ્ધિથી ચૂક્યો હતો. પરંતુ મુંબઇ ઇન્ડિયન્સ સામે 13 રન બનાવતાની સાથે જ તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *