કોહલીએ કર્યો મોટો ખુલાસો, ટી-20 વર્લ્ડકપમાં કેએલ રાહુલનું સ્થાન લેશે આ ખેલાડી…

ટી-20 વર્લ્ડકપ 2021 નું આયોજન યુએઈ અને ઓમાન ખાતે કરવામાં આવ્યું છે. જે 17 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહ્યો છે. આઈસીસીની આ મોટી ટૂર્નામેન્ટને જીતવા માટે ટીમ ઇન્ડિયાની પાસે સૌથી મોટી તક રહેશે. કારણ કે, ભારતના દરેક ખેલાડીઓ હાલ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે.

ભારત પાકિસ્તાન સામે 24 ઓકટોબરના રોજ પોતાની પ્રથમ મેચ રમશે. જે દુબઈ ખાતે રમાશે. ક્રિકેટ નિષ્ણાંતોના મતે ટી-20 વર્લ્ડકપમાં રોહિત શર્માની સાથે કેએલ રાહુલ ઓપનિંગ કરતો નજરે આવી શકે છે. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીના વિચાર કંઈક અલગ જ છે.

વિરાટ કોહલીએ વર્લ્ડકપ ટીમની પસંદગી દરમિયાન યુવા બેટ્સમેન ઇશાન કિશનને કહી દીધું છે કે તેને રોહિત શર્માની સાથે ઓપનિંગ સોંપવામાં આવી શકે છે. વિરાટ કોહલીના આ નિવેદન બાદ મુંબઇ ઇન્ડિયન્સના યુવા બેટ્સમેન ઇશાન કિશને કહ્યું કે, જ્યારે પણ તેને કહેવામાં આવશે ત્યારે તે ઇનિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે.

ઇશાન કિશને કહ્યું કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસેથી મળેલી પ્રેરણા તેને ઉચ્ચ ક્રમ પર બેટિંગ કરતી વખતે ફાયદાકારક સાબિત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ઇશાન કિશન આઈપીએલ 2021 ના બીજા તબક્કામાં ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો. ત્યારે આરસીબી સામેની મેચ બાદ વિરાટ કોહલીએ તેને પ્રોત્સાહિત કર્યો હતો.

ઓપનિંગની ભૂમિકા પર ઇશાન કિશને કહ્યું કે, હું એક સમયે એક જ પોઇન્ટ પર ધ્યાન આપી રહ્યો હતો. મને ઓપનિંગ કરવી ખુબ જ પસંદ છે અને તે જ કોહલી ભાઇએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેને ઓપનર તરીકે જ ટી-20 વર્લ્ડકપમાં પસંદ કરવામાં આવ્યો છે અને તારે તેના માટે તૈયાર રહેવું પડશે.

આથી એક વાત તો લગભગ નક્કી છે કે જો ઇશાન કિશન ઓપનિંગ કરશે તો કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં રમતો જોવા મળશે. રોહિત શર્માની સાથે ઇશાન કિશને આઇપીએલના બીજા તબક્કામાં પણ ઓપનિંગ કરી હતી. તે દરમિયાન ઇશાન કિશને સારા એવા રન પણ બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *