કેપ્ટનશિપ છોડી છે તેવર નહીં, આક્રમક મૂડમાં કોહલી… – જુઓ વીડિયો

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. આ પહેલા પણ વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા તેને વનડે ફોર્મેટના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. હવે ત્રણેય ફોર્મેટમાં કોહલી કેપ્ટન પદેથી દુર થયો છે.

વિરાટ કોહલી પહેલેથી જ મેદાન પર તેની આક્રમક શૈલી માટે જાણીતો છે. જ્યારે કોઈ પણ વિરોધી ખેલાડી તેની સામે આંખ ઉઘાડે છે ત્યારે તે તેનો જવાબ આપવામાં જરાય અચકાતો નથી. વિરાટ કોહલી હાલમાં ભારતના એક પણ ફોર્મેટમાં કેપ્ટન નથી. તેમ છતાં મેદાન પર તેનું વલણ બદલાયું નથી. તે હંમેશા આક્રમક વલણમાં જોવા મળે છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડે મેચ દરમિયાન વિરાટ કોહલી અને આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા વચ્ચે ગરમાગરમી થઈ હતી. આફ્રિકાની બેટિંગ દરમિયાન 36મી ઓવરમાં યુજવેન્દ્ર ચહલના બોલ પર બાવુમાએ કવર તરફ શોટ માર્યો, ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા કોહલીએ તરત જ બોલને સ્વિંગ કર્યો અને બોલ સીધો સ્ટમ્પ તરફ ફેંક્યો.

જ્યારે વિરાટ કોહલીએ બોલ ફેંક્યો ત્યારે બોલ બાવુમાના મોંની એકદમ નજીકથી પસાર થયો હતો. ત્યારબાદ ટેમ્બા બાવુમાએ કોહલીને કંઇક કહ્યું પરંતુ કોહલીએ પીછેહઠ કરી નહીઁ અને તેને તાબડતોબ જવાબ આપ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિરાટ કોહલીના ઝઘડાના આવા વીડિયા વારંવાર સોશિયલ મીડિયા પર સામે આવતા હોય છે.

તમને જણાવી દઇએ કે આ મેચમાં ટેમ્બા બાવુમાએ 110 રન બનાવ્યા હતા. એક સમયે ભારતે મેચમાં પોતાની પકડ મજબૂત કરી હતી. પરંતુ સાઉથ આફ્રિકાએ ભારત સામે 296 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ સામે ભારતીય ટીમ 50 ઓવરમાં 265 રન કરી શકી હતી. ભારતીય ટીમને આ મેચમાં 31 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *