કોહલીએ આ બે ઘાતક ખેલાડીઓ પર ન રાખી દયા, એક ઝટકે કર્યા ટીમમાંથી બહાર…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાઇ રહી છે. આ મેચમાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ઘણા યુવા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે અને ઘણા ખેલાડીઓને બહારનો રસ્તો પણ બતાવ્યો છે.

ભારતીય ટીમમાંથી ઓપનિંગ ખેલાડી રોહિત શર્મા ઇજાને કારણે બહાર થયો છે. આ સિવાય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા તો પહેલેથી બહાર હતો. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાના અનુભવી ખેલાડી અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા ખરાબ ફોર્મમાં હોવા છતાં તેમને અનુભવના આધારે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલએ શ્રેયસ ઐયરને બહારનો રસ્તો બતાવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ આ મેચમાં અનુભવી ખેલાડીઓને સ્થાન મળવું જરૂરી હતું. અનુભવની દ્રષ્ટિએ શ્રેયસ ઐયરને ન લેતા અજિંક્ય રહાણેને સ્થાન આપ્યું હતું. રહાણે છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શનમાં છે પરંતુ તે સૌથી વધારે અનુભવ ધરાવે છે.

આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીએ ઝડપી બોલર ઇશાંત શર્માને બહારનો રસ્તો બતાવ્યો છે અને તેની જગ્યાએ યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાજને તક આપવામાં આવી છે. ઇશાંત પાસે 100થી વધુ ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે. છતાં પણ છેલ્લા લાંબા સમયથી તે લયમાં જોવા મળ્યો નથી. તેની સામે સિરાજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના ઓપનરોએ પ્રથમ દાવમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. કેએલ રાહુલ સદી ફટકાર્યા પછી પણ ક્રીઝ પર રમી રહ્યો છે. રાહુલે 122 રન બનાવ્યા છે અને મયંક અગ્રવાલ 60 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મેદાન પર આવેલા ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન કોહલી કંઇ ખાસ કમાલ કરી શક્યા નહીં. જ્યારે અજિંક્ય રહાણે 40 રન બનાવીને ક્રીઝ પર રમી રહ્યો છે.

પ્રથમ દિવસની રમત પૂરી થયા બાદ ભારતીય ટીમે ત્રણ વિકેટના નુકસાન પર 272 રન બનાવ્યા હતા. મયંક અને રાહુલે દક્ષિણ આફ્રિકાના બોલરોની આકરી કસોટી કરી હતી. રાહુલે ચારેબાજુ રન ફટકાર્યા અને તેની જોરદાર બેટિંગ જોઇને દક્ષિણ આફ્રિકાના બોલરોનો પરસેવો છૂટી ગયો. ચેતેશ્વર પુજારા શૂન્ય પર આઉટ થઇને ફ્લોપ સાબિત થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *