યોર્કર કિંગના નામે જાણીતો આ ઘાતક ખેલાડી અચાનક જ થયો ટીમ ઇન્ડિયામાંથી ગાયબ…
હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ મેચોની વન-ડે સિરીઝ શરૂ થશે. આ વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીને તક આપવામાં આવી છે.
ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર બુમરાહે આ મેચમાં અજાયબીઓ કરી હતી. ભારતીય ટીમ માટે જસપ્રીત બુમરાહ યોર્કર કિંગના નામે જાણીતો છે. આ ખેલાડી ભારતીય ટીમ માટે ઘણી મેચોમાં મેચ વિનર સાબિત થયો છે. બુમરાહ ડેથ ઓવરમાં ઘાતક સાબિત થાય છે.
જસપ્રીત બુમરાહની સાથે અન્ય એક બોલર છે જે તેની શાનદાર યોર્કર બોલ માટે જાણીતો છે. આ વર્ષે માર્ચમાં ભારતીય ટીમનો ભાગ બન્યા બાદ તે ખેલાડી અચાનક ટીમમાંથી બહાર થયો છે. જે બાદ તેની કારકિર્દી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. અચાનક આ ખેલાડીને ભારતીય ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે આ યુવા બોલર ટી નટરાજન છે. નટરાજન તેના યોર્કર બોલ માટે જાણીતો છે. ભારતીય સ્ટાર બોલર બુમરાહ પછી યોર્કર બોલ ફેકવામાં ટી નટરાજનનું નામ આવે છે. ટી નટરાજન હૈદરાબાદની ટીમ સાથે આઇપીએલ મેચ રમે છે. આઇપીએલમાં હૈદરાબાદની ટીમમાં નટરાજન જબરદસ્ત પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો.
નટરાજનને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. નટરાજને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે વર્ષ 2017માં આઇપીએલમાં પંજાબ કિંગ્સમાં જોડાયો હતો અને 2018 થી 2021 સુધી હૈદરાબાદની ટીમનો ભાગ રહ્યો હતો.
નટરાજન છેલ્લા ઘણા લાંબા સમયથી ઇજાને કારણે પરેશાન છે. આવા કારણોસર તે ભારતીય ટીમમાં જોવા મળી રહ્યો નથી. તે જ સમયે આઇપીએલમાં હૈદરાબાદની ટીમે પણ તેને જાળવી રાખ્યો નથી. નટરાજન છેલ્લી ઓવરમાં તેની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. પરંતુ ઇજાને કારણે તેની કારકિર્દી પર બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે.