સ્ટેન ગનના નામે જાણીતો આ ખેલાડી IPLમાં બનશે આ ટીમનો બોલિંગ કોચ…

આઇપીએલ 2022માં જુની 8 ટીમો અને બે નવી ટીમો ઉમેરાઇને ટોટલ 10 ટીમો રમશે. આ વર્ષે ખેલાડીઓની પસંદગી નવેસરથી કરવામાં આવશે. 30 નવેમ્બરે જૂની આઠ ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓકશનમાં થશે. જાન્યુઆરી 2022માં મેગા ઓકશન યોજાય તેવી શક્યતા છે.

આઇપીએલ 2021 કોરોનાને કારણે બે તબક્કામાં રમાઇ હતી. ચેન્નઇ સુપરકિંગ્સે કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે ફાઇનલમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ઘરેલુ ક્રિકેટમાંથી ઘણા યુવા ખેલાડીઓને દર વર્ષે આઈપીએલમાં સ્થાન મળે છે. આઈપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરીને આ યુવા ખેલાડીઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે.

આ વર્ષે ખેલાડીઓને સાથે ઘણી ટીમોમાં કોચ પણ બદલાય તેવી શક્યતા છે. આઈપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓ કોચ બનવા માટે તૈયાર છે. ડેલ સ્ટેનની વાત કરીએ તો તેને આઇપીએલમાં 95 મેચોમાં 97 વિકેટ ઝડપી છે. આઇપીએલમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગલોર, સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત લાયન્સ અને ડેક્કન ચાર્જર્સનો હિસ્સો રહી ચૂક્યો છે.

તાજેતરમાં જ ડેલ સ્ટેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે પોતાની અંતિમ મેચ 2019 માં શ્રીલંકા સામે રમી હતી. એક અહેવાલ અનુસાર ડેલ સ્ટેનને સનરાઇઝર્સ હૈદરાબાદના બોલિંગ કોચ બનાવવામાં આવી શકે છે. ફ્રેન્ચાઇઝીના એક અધિકારીએ ડેલ સ્ટેનને બોલિંગ કોચ બનવા માટે પસંદ કર્યો છે. આ ખેલાડી 2013 થી 2015 સુધી હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે.

હકીકતમાં સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટર વીવીએસ લક્ષ્મણે પોતાના પદેથી આઈપીએલ 2021 પછી રાજીનામું આપી દીધું છે. લક્ષ્મણને નેશનલ ક્રિકેટ એકેડમીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તે સિવાય ટીમના હેડ કોચ ટોમ મૂડી અને બેટિંગ કોચ બ્રેડ હેડિન પણ આઇપીએલ 2022 માટે ઉપલબ્ધ રહેશે નહીં. આવી સ્થિતિમાં ડેલ સ્ટેનને બોલિંગ કોચ બનાવવામાં આવશે.

ડેલ સ્ટેનની બોલિંગમાં ખૂબ જ ઝડપ જોવા મળે છે. આ ઉપરાંત વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનો પણ તેની સામે માર ખાઈ જાય છે. સાઉથ આફ્રિકાનો આ ખેલાડી આઈપીએલની દરેક સિઝનમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળતો હતો. આઈપીએલ 2022માં આ ખેલાડીને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો બોલિંગ કોચ બનાવવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *