કેએલ રાહુલનું મોટું નિવેદન, આ ત્રણમાંથી કોઇ એક ખેલાડી નંબર પાંચ પર ઉતરશે…

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બર રવિવારના રોજ શરૂ થઇ રહ્યો છે. ભારતીય ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત કરશે. ટેસ્ટ મેચમાં વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી છે. ભારતીય ટીમે આજ સુધીમાં આફ્રિકા ધરતી પર એક પણ ટેસ્ટ સીરીઝ જીતી નથી.

આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ શરૂ થાય એ પહેલા ટીમ ઇન્ડિયા માટે ફરી એકવાર પ્લેઇંગ ઇલેવન પર વિચાર કરવાનો સમય આવી ગયો છે. કારણ કે ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ પહેલેથી જ બહાર છે. આવી સ્થિતિમાં મેનેજમેન્ટ ટીમ મૂંઝવણમાં છે.

ભારતીય ટીમના વાઇસ કેપ્ટન કેએલ રાહુલે બે દિવસ પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરશે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ છે.

રાહુલે વધુમાં જણાવ્યું કે અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર અને હનુમાન વિહારી આ ત્રણમાંથી નંબર પાંચ પર કયા ખેલાડીને સ્થાન આપવું તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. અજિંક્ય રહાણેની વાત કરીએ તો તે સૌથી વધારે અનુભવ ધરાવતો ખેલાડી છે. જોકે હાલમાં તેનું પ્રદર્શન ખરાબ જોવા મળી રહ્યું છે. પરંતુ પસંદગીકારો તેને આ સિરીઝમાં છેલ્લી તક આપ શકે છે.

આ ઉપરાંત શ્રેયસ ઐયરની વાત કરીએ તો કાનપુરમાં સદી ફટકારીને ડેબ્યુ કરનાર આ ખેલાડી લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાની રાહ જોઇ રહ્યો હતો અને આવી સ્થિતિમાં જો તેને તક આપવામાં આવશે તો તે કાયમી સ્થાન બનાવી શકે છે. આ ઉપરાંત આ ખેલાડી આઇપીએલમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે.

આવી જ રીતે હનુમાન વિહારીની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ભારતીય A ટીમ સાથે રહીને ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ ખેલાડીને જો આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવશે તો તે સફળ સાબિત થઇ શકે છે. આ ત્રણ ખેલાડીઓ વચ્ચે પાંચ નંબર પર સ્પર્ધા ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *