કેએલ રાહુલ પંજાબનો સાથ છોડી આ બેમાંથી કોઈ એક ટીમનો કેપ્ટન બનશે…

આઇપીએલ 2021 ની ફાઇનલ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને ચેન્નઇ સુપરકિંગ્સે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ આઇપીએલની ટ્રોફી પોતાના નામે કરી હતી. હવે આઇપીએલ 2020 પહેલા મેગા ઓક્શન થશે. જેના પછી તમામ ટીમો એકદમ બદલાઇ જશે. આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉની બે નવી ટીમો પણ જોડાશે. તેથી આવતા વર્ષે 8ને બદલે 10 ટીમો મેદાનમાં ઉતરશે.

આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉની ટીમમાં પણ મોટા ખેલાડીઓ રમતા નજરે આવશે. આ બધાની વચ્ચે પંજાબ કિંગ્સના કેપ્ટન કે રાહુલને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેએલ રાહુલ આગામી વર્ષે પંજાબ કિંગ્સનો સાથ છોડી શકે છે. આવામાં જો તે મેગા ઓક્શનનો ભાગ બનશે તો બંને નવી ટીમો તેને ખરીદવાની પૂરેપૂરી કોશિશ કરશે.

મેગા ઓક્શનમાં બંને નવી ટીમોની નજર કેએલ રાહુલ પર રહેશે કારણ કેએલ રાહુલ કેપ્ટનની સાથે એક જબરદસ્ત ઓપનિંગ બેટ્સમેન પણ છે. તમને જણાવી દઇએ કેએલ રાહુલે આઇપીએલ 2021 માં ઓરેન્જ કેપ જીતી હતી. તેણે આઇપીએલની આ સીઝનમાં 626 બનાવ્યા હતા.

કેએલ રાહુલ વર્ષ 2018 થી પંજાબ કિંગ્સની સાથે જોડાયેલો છે. જ્યાંથી તે પંજાબ કિંગ્સની સાથે જોડાયો છે ત્યારથી તેણે દરેક સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. કેએલ રાહુલના બેટેથી 2018માં 659 રન નીકળ્યા હતા. જ્યારે 2019 માં તેણે 593 રન બનાવ્યા હતા અને 2020માં 670 રન જ્યારે આ વર્ષે તેણે 626 રન બનાવી ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આટલું સારું પ્રદર્શન બાદ પણ તે પોતાની ટીમને એક પણ વાર પ્લેઓફમાં પહોંચાડી શક્યો નથી.

આઇપીએલમાં કેએલ રાહુલના પ્રદર્શનને જોતાં કહી શકાય કે મેગા ઓક્શનમાં તેની પાછળ ઘણી ટીમો જશે. તમને જણાવી દઇએ કે, આઈપીએલમાં હાલ ત્રણ ટીમો એવી છે જે કેએલ રાહુલને પોતાની ટીમમાં સામેલ કરવા માંગશે. જેમાં પ્રમુખ રૂપે સૌથી પહેલા અમદાવાદ અને લખનઉની ટીમનું નામ આવે છે.

આ બંને ટીમો આવતા વર્ષે આઇપીએલમાં ઉતરશે. તેથી જો ઓક્શનમાં કેએલ રાહુલનું નામ આવશે તો આ બંને ટીમો તેની પાછળ જશે. કેએલ રાહુલ ઉપર મોટી બોલી લાગે તેવી સંભાવનાઓ છે. આ સિવાય આરસીબીની ટીમ પણ કેએલ રાહુલને કેપ્ટનના રૂપમાં પોતાની ટીમમાં સામેલ કરવા માંગશે. કારણકે આગામી વર્ષે વિરાટ કોહલી કેપ્ટનશીપ નહીં કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *