KL રાહુલે કહ્યું- આ ગુજરાતી ખેલાડી છે અસલી ગેમ ચેન્જર, ભારતને એકલા હાથે જીતાડી રહ્યો છે મેચ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી છે. હૈદરાબાદ ખાતે રમાઈ રહેલ આ ટેસ્ટ મેચના પ્રથમ બંને દિવસો તાજેતરમાં પૂર્ણ થયા છે. ભારતીય ટીમે બીજા દિવસે પણ સારું પ્રદર્શન કર્યું છે અને હાલમાં આ મેચમાં મજબૂત સ્થિતિ બનાવવી હોય તેવું પણ કહી શકાય છે. બીજો દિવસ પૂર્ણ થયા બાદ રાહુલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

બીજા દિવસની વાત કરીએ તો ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દિવસે 246 રન બનાવ્યા હતા. ત્યારબાદ હાલમાં ભારતીય ટીમ 421 રન પર બેટિંગ કરી રહી છે. હજુ પણ ભારતીય ખેલાડીઓ ત્રીજા દિવસે સારી બેટીંગ કરશે. બીજા દિવસે રાહુલે 86 રન બનાવ્યા હતા અને ભારતને મોટો સ્કોર બનાવવામાં મદદ કરી હતી. તેણે મેચ બાદ પોતાને નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીના ખૂબ જ વખાણ કર્યા છે.

રાહુલે મેચ બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મેં ભલે 86 રન બનાવ્યા પરંતુ આ ગુજરાતી ખેલાડી અસલી ગેમ ચેન્જર છે. તે ભારતને એકલા હાથે મેચ જીતાડી રહ્યો છે. સૌપ્રથમ તેણે બોલિંગમાં કમાલ કર્યો હતો અને હાલમાં તે બેટિંગમાં પણ ધમાલ મચાવી રહ્યો છે. તેના કારણે ઘણો ફાયદો મળી રહ્યો છે. તે ફરી એક વખત મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રાહુલે મેચ પૂર્ણ થયા બાદ રવિન્દ્ર જાડેજા વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે જાડેજાએ આજે 81 રન બનાવ્યા છે. તે હજુ પણ બેટિંગ કરી રહ્યો છે. ગઈકાલે તેણે 3 વિકેટ લીધી હતી અને આજે બેટિંગમાં પણ સારો સ્કોર બનાવ્યો છે. તે ઓલ રાઉન્ડર તરીકે સફળ સાબિત થતો નજર આવ્યો છે. જેથી તે એકલા હાથે મેચ જીતાડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

રાહુલે વધુમાં જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા ઉપરાંત અક્ષર પટેલે પણ આજે 35 રન બનાવ્યા છે. તે પણ હજુ બેટિંગ કરી રહ્યો છે. જાડેજાની સાથે મળીને તે ઘણો મોટો સ્કોર બનાવી શકે છે અને ભારતીય લીડ અપાવી શકે છે. હાલમાં તે બંનેના કારણે ભારતીય ટીમ ઘણી મજબૂત સ્થિતિ ઉપર પહોંચી છે. આગામી ત્રીજો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *