કેએલ રાહુલને મળ્યો નવો ઓપનિંગ પાર્ટનર, આ ખેલાડીને 6.75 કરોડમાં લખનઉની ટીમે ખરીદ્યો…

આઇપીએલ 2022 પહેલા તાજેતરમાં બેંગલોર ખાતે મેગા ઓક્શન ચાલી રહ્યું છે. આ મેગા ઓક્શન બે દિવસ સુધી ચાલવાનું છે. આ ઉપરાંત 600 જેટલા ખેલાડીઓ પર હરાજી થવાની છે. તમામ ટીમો તેના મનપસંદ ખેલાડીઓની ખરીદી કરવા માટે અન્ય ટીમો સાથે સ્પર્ધા કરી રહી છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓ પર મોટી બોલી લાગી રહી છે.

આઇપીએલ 2022 અમદાવાદ અને લખનઉ એમ બંને ટીમો જોડાઈને ટોટલ 10 ટીમો આ સિઝનમાં ભાગ લેશે. લખનઉ ટીમની વાત કરીએ તો આ ટીમે પહેલાં ત્રણ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ, માર્કસ સ્ટોઇનીશ અને રવિ બિશ્નોઇ આ ત્રણ ખેલાડીઓને લખનઉ ટીમે પહેલેથી જ ખરીદ્યા હતા. આ ટીમ હાલમાં નવા ખેલાડીઓની પસંદગી કરી રહી છે.

લખનઉ ટીમે કેએલ રાહુલને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ ઉપરાંત કેએલ રાહુલ ઓપનિંગ બેટ્સમેન તરીકે જોવા મળશે. તાજેતરમાં ચાલી રહેલા મેગા ઓક્શનમાં લખનઉની ટીમે આ ખેલાડીને ખરીદીને રાહુલનો નવો ઓપનિંગ પાર્ટનર બનાવ્યો છે. આ ખેલાડી લખનઉની ટીમ સાથે જોડાતા રાહુલને પણ એક નવો પાર્ટનર મળી ગયો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાના સ્ટાર વિકેટકિપર બેટ્સમેન ડી કોકને પોતાની ટીમમાં જોડ્યો છે. આ ખેલાડી ઓપનિંગ બેટ્સમેન હોવાથી રાહુલની સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. આ ખેલાડી લાંબી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. લખનઉ સુપર જાયન્ટ્સે ડી કોકને 6.75 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

ડી કોક તાજેતરમાં ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. ટી-20 જેવા ટૂંકા ફોર્મેટમાં આ ખેલાડી ઝડપી રન બનાવી શકે છે. આ ખેલાડીએ અત્યાર સુધીમાં 70 આઈપીએલ મેચ રમી છે જેમાં 2256 રન બનાવ્યા છે. તેણે તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. હાલમાં તેનું ધ્યાન માત્ર સફેદ બોલ ક્રિકેટ પર જ છે. આ વિસ્ફોટક બેટ્સમેનને ખરીદવા માટે તમામ ટીમોએ બોલી લગાવી હતી. પરંતુ આખરે લખનઉ ટીમે ખરીદ્યો.

સાઉથ આફ્રિકાનો આ બેટ્સમેન બેટિંગની સાથે વિકેટકીપિંગમાં પણ ઘણી કુશળતા ધરાવે છે. તે આંખના પલકારે મેચ જીતાડી શકે છે. આ ઉપરાંત આ ખેલાડી એકવાર લયમાં આવ્યા બાદ ખુબ જ રન બનાવે છે. આ ટીમ પહેલી વાર આઇપીએલ સાથે જોડાઇ છે. આ ઉપરાંત અન્ય સ્ટાર ખેલાડીઓને ખરીદવા માટે આ ટીમ પ્રયત્ન કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *