કેએલ રાહુલને પડતો મુકી પંજાબ કિંગ્સે આ બે ઘાતક ખેલાડીઓને કર્યા રિટેન, જાણો વિગતે…

આઇપીએલની શરૂઆત પહેલા તમામ ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. પંજાબ કિંગ્સે આઇપીએલ 2022માં ફક્ત બે ખેલાડીઓને રિટેન કર્યા છે. મેગા ઓકશન પહેલા તમામ ફ્રેન્ચાઇઝી દ્વારા રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ એમ બે ટીમો ઉમેરતા ટોટલ દસ ટીમો ટ્રોફી જીતવા માટે રમતી નજર આવશે.

પંજાબ કિંગ્સે કેએલ રાહુલ જેવા ઓપનિંગ બેટ્સમેન બેટ્સમેનને પડતો મૂકીને અન્ય ખેલાડીઓને રીટેન કર્યા છે. ક્રિસ ગેલને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આઇપીએલ 2022માં પંજાબ કિંગ્સ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. ઘણા અનુભવી ખેલાડીઓને પંજાબની ટીમે બહાર કરી દીધા છે. જેમાં સૌથી મોટું નામ કેએલ રાહુલ છે. આ સિવાય ટીમે મોહમ્મદ શમીને પણ બહારનો રસ્તો દેખાડી દીધો છે.

મેગા ઓકશન પહેલા પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને રિટેન કર્યા છે. મયંક અગ્રવાલ પણ એક અનુભવ ધરાવતો ખેલાડી છે. તે પંજાબ કિંગ્સ માટે ઓપનરની ભૂમિકામાં જોવા મળે છે. પરંતુ હવે તે પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો નજરે આવી શકે છે. કારણકે પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.

મયંક અગ્રવાલ ઉપરાંત અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે રિટેન કર્યો છે. અર્શદિપ સિંહ ડાબા હાથનો બોલર છે. તેણે પોતાની ફાસ્ટ બોલિંગથી પસંદગીકારોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. આ ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. તેમ છતાં પણ પંજાબ કિંગ્સ દ્વારા આ ખેલાડીને રિટેન કરવામાં આવ્યો છે. તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ ખેલાડીનું પ્રદર્શન કેવું રહ્યું હશે.

પંજાબ કિંગ્સે કેએલ રાહુલ, મનદીપ સિંહ, ડેવિડ મિલર, ક્રિશ ગેલ, દિપક હુડા અને મોહમ્મદ શમી જેવા દિગ્ગજ ખેલાડીઓને પણ બહારનો રસ્તો દેખાડી દીધો છે. પંજાબ કિંગ્સે કેએલ રાહુલ સાથે સંબંધો તોડી નાખ્યા છે. કેએલ રાહુલ હવે નવી ટીમ સાથે જોડાશે. ઘણા બધા અનુભવી ખેલાડીઓને પડતા મૂકી પંજાબ કિંગ્સે આ બંને ખેલાડીઓને રિટેન કર્યા છે.

અમદાવાદ અને લખનઉ ટીમની એન્ટ્રી થતાં આઇપીએલ 2022માં ઘણા બધા ખેલાડીઓ નવી ટીમ સાથે જોડાશે. ઘણા બધા યુવા ખેલાડીઓને કેપ્ટનશીપ મળી શકે છે. આઇપીએલ 2021 માં ઘણા યુવા ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. આવા ખેલાડીઓને મેગા ઓક્શનમાં ઘણો લાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *