કેન વિલિયમ્સન નહીં રમે વર્લ્ડકપની મેચો, કારણ છે કંઇક આવું…
ટી 20 વર્લ્ડકપ 2021ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. ભારત પોતાની પહેલી મેચ 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે દુબઇમાં રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ ભારત 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે પોતાની બીજી મેચ દુબઇમાં રમશે.
ન્યૂઝીલેન્ડ પોતાની પહેલી મેચ 26 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે શારજાહમાં રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામેની મેચ પહેલા બે પ્રેક્ટિસ મેચ રમી હતી. જેમાં ન્યૂઝીલેન્ડે 20 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ સામે મેચ રમી હતી. જે મેચ બાદ ટીમના કોચ ગેરી સ્ટેડે એવી માહિતી આપી હતી કે જે ન્યૂઝીલેન્ડના ચાહકોને ખટકી શકે છે.
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી પ્રેક્ટિસ મેચમાં બેટિંગ કરવા માટે નહોતો આવ્યો, ત્યારબાદ ટીમના કોચ ગેરી સ્ટેડે કેન વિલિયમ્સનની ઇજા વિશે વાત કરી હતી.
20 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી પ્રેક્ટિસ મેચ બાદ ટીમના કોચ ગેરી સ્ટેડે એવી માહિતી આપી હતી કે જે ન્યૂઝીલેન્ડના ચાહકોને ખટકી શકે છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન અને મુખ્ય બેટ્સમેન કેન વિલિયમ્સન 20 તારીખે ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી પ્રેક્ટિસ મેચમાં બેટિંગ કરવા માટે નહોતો આવ્યો. ત્યારબાદ ગેરી સ્ટેડે કહ્યું કે, કોણીની ઇજાને કારણે કેપ્ટન કેન વિલિયમ્સન કેટલીક મેચમાંથી બહાર થઇ શકે છે.
પ્રેક્ટિસ મેચમાં વિલિયમ્સનની ગેરહાજરી અંગે વાત કરતાં કહ્યું હતું કે, સાવચેતીના ભાગરૂપે તે બેટિંગ કરવા માટે નહોતો આવ્યો. ન્યૂઝીલેન્ડે વર્લ્ડકપમાં પોતાની પહેલી મેચ 26 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. તમને જણાવી દઇએ કે, આઇપીએલ 2021ની એક મેચ દરમિયાન કેન વિલિયમ્સન ઇજાગ્રસ્ત થયો હતો.
ટી 20 વર્લ્ડ કપ 2021માં ન્યુઝીલેન્ડ કયા સંયોજન સાથે જશે તે પૂછવામાં આવ્યું ત્યારે ટીમના કોચ ગેરી સ્ટેડે કહ્યું કે, ટીમ પાંચ બોલરો સાથે જઇ શકે છે, જેમાં ત્રણ ઝડપી બોલરો અને બે સ્પિનરોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, “અમે ત્રણ ઝડપી બોલરો અને બે સ્પિનરો સાથે જઇ શકીએ છીએ.