કપિલ દેવે ગુસ્સામાં કહ્યું- હાર્દિક કરતા 1000 ગણો સારો છે આ ખેલાડી, યુવરાજની જેમ એકલા હાથે જીતાડશે વર્લ્ડ કપ…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં બીજી ટી-20 મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે. આ સાથે જ બીજી મેચમાં જીત મેળવીને આ સિરીઝમાં 2-0ની ભવ્ય લીડ પ્રાપ્ત કરી છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ આ મેચમાં ઘાતક ફોર્મમાં જોવા મળ્યા હતા. આ મેચ ઘણી મહત્વપૂર્ણ સાબિત થઈ છે. મેચ પૂર્ણ થયા બાદ કપિલ દેવે એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.

બીજી મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરીને 172 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમે 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. ભારતીય ટીમની બોલિંગ અને બેટિંગ બંનેમાં ઘણી મજબૂતાઈ જોવા મળી છે. બીજી તરફ વર્લ્ડ કપ માટે ઘણા નવા ખેલાડીઓ મળ્યા છે. આવી સ્થિતિમાં કપિલ દેવે હાર્દિકના રિપ્લેસમેન્ટ વિશે ઘણી વાતો કહી છે.

કપિલ દેવે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી હાર્દિકના રિપ્લેસમેન્ટની શોધ શરૂ હતી. તે અવારનવાર ઇજાગ્રસ્ત જોવા મળે છે. હાલમાં જ ભારતીય ટીમનો આ ઘાતક ખેલાડી હાર્દિક કરતા પણ ઘાતક ફોર્મ માં જોવા મળ્યો છે. તે આગામી સમયમાં ઘણો મહત્વનો સાબિત થશે તે નક્કી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે કપિલ દેવે તાજેતરમાં શિવમ દુબેની બેટિંગ અને બોલિંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું છે કે શિવમ દુબેએ પ્રથમ મેચમાં સૌપ્રથમ બોલિંગમાં પોતાની દરમિયાન 1 વિકેટ લીધી હતી અને બેટિંગમાં તેણે 40 બોલમાં 60 રન બનાવ્યા છે. બીજી મેચમાં પણ તેણે 63 રન બનાવ્યા છે અને એક વિકેટ લીધી છે. આ ઉપરાંત તે મીડલ ઓર્ડરના ખેલાડીઓને ઘણો મદદગાર સાબિત થઈ રહ્યો છે.

કપિલ દેવે વધુમાં જણાવ્યું કે શિવમ દુબે છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેણે તક મળતાની સાથે જ સારું પ્રદર્શન કર્યું છે. હાર્દિકની જેમ જ તે બોલિંગ અને બેટિંગ બંનેમાં અગત્યનો સાબિત થશે. આગામી સમયમાં તે હાર્દિકનું પત્તું પણ કાપી શકે છે. આગામી ત્રીજી મેચ તેના માટે મહત્વની સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *