રવિન્દ્ર જાડેજાની ફિરકીમાં ફસાયો જોની બેરસ્ટો, એવી રીતે કર્યો આઉટ કે… -જુઓ વિડિયો

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં હૈદરાબાદ ખાતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી છે. આ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ આજ સવારથી શરૂ થયો હતો. હાલમાં પણ ભારતીય ટીમની સ્થિતિ ઘણી મજબૂત જોવા મળી છે. ઇંગ્લેન્ડની ટીમ પણ વાપસી કરવાના પ્રયત્નો કરી રહી છે. આ ઉપરાંત હાલમાં રવિન્દ્ર જાડેજાએ એક જબરદસ્ત કારનામું પણ કર્યું છે.

સમગ્ર મેચની ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ પાસે 190 રનની લીડ હતી. હાલમાં ઇંગ્લેન્ડની ટીમ આ લીડ તોડીને ઘણી આગળ નીકળી છે. તેઓ મોટો સ્કોર પણ બનાવી રહી છે. આ મેચમાં ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઘાતક બોલિંગ કરતો જોવા મળ્યો છે. તેણે પ્રથમ દાવમાં 3 વિકેટ લીધી હતી અને આજે ત્રીજા દિવસે પણ તેણે 1 વિકેટ લીધી છે. જેમાં એક કારનામુ કર્યું છે.

રવિન્દ્ર જાડેજાએ આવતાની સાથે જ 10 રન પર રમી રહેલ જોની બેરસ્ટોને એક જ ઝટકે આઉટ કર્યો છે. જોની બેરસ્ટો 24 બોલ સુધી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તે જાડેજાની બોલિંગ સામે મુશ્કેલી અનુભવતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં જાડેજાએ પોતાના મગજથી એક ઝટકે આઉટ કર્યો છે. તેનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ પણ થઈ રહ્યો છે.

જાડેજાએ 28મી ઓવરના ચોથા બોલ પર જ જોની બેરસ્ટોને આઉટ કરીને ધડાકો કર્યો છે. આ દરમિયાન સ્ટમ્પ પણ પાછળ ઉડ્યું હતું. તેનો આ વિડીયો હાલમાં ઘણો વાયરલ પણ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો પણ તેની સામે પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો ચાલો આપણે પણ તેના આ વિડીયો પર એક નજર કરીએ અને વીડિયો જોઈએ.

જુઓ વિડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *