અશ્વિનની ફીરકીમાં ફસાયો જોની બેરસ્ટો, એવી રીતે આઉટ કર્યો કે…-જુઓ વિડિયો

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ હાલમાં રાંચી ખાતે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે. આ ટેસ્ટ મેચની શરૂઆતના પ્રથમ દિવસે જ બંને ટીમોના તમામ ખેલાડીઓ દ્વારા દબાણ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય ટીમ શરૂઆતમાં ઘણી સફળ રહેતી હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ સ્ટાર ઓલ રાઉન્ડર રવિચંદ્રન અશ્વિન હાલમાં ઘણું ઘાતક પ્રદર્શન કર્યું છે.

સમગ્ર મેચ તરફ નજર કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરતી જોવા મળી છે. બુમરાહ ન હોવાના કારણે આ મેચમાં આકાશ દીપને તક મળી છે. તેણે ડેબ્યૂ કરતાની સાથે જ હાલમાં ઘાતક પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન પણ કમાલ કરતો જોવા મળ્યો છે. રવિચંદ્રન અશ્વિને હાલમાં જોની બેરસ્ટોને પેવેલિયન મોકલ્યો છે.

રવિચંદ્રન અશ્વિને હાલમાં 22મી ઓવરના બીજા જ બોલ પર ઇંગ્લેન્ડના બેટ્સમેન જોની બેરસ્ટોને ચકમો આપ્યો છે. તેણે જબરદસ્ત એલબીડબલ્યુ કર્યો છે. તે બોલને સમજી શક્યો ન હતો. તેણે રીવ્યુ પણ લીધું નહીં અને મેદાનની બહાર જવા નીકળ્યો હતો. જોની બેરસ્ટો આ પહેલા પણ ઘણી વખત રવિચંદ્રન અશ્વિન સામે આવી રીતે આઉટ થઈ ચૂક્યો છે. આજે તે 38 રન બનાવીને આઉટ થયો છે

રવિચંદ્રન અશ્વિને હાલમાં રાંચી ખાતે પણ પોતાની ઝલક બતાવી છે. તે ફરી એક વખત ચર્ચામાં સામે આવ્યો હોય તેવું કહી શકાય છે. હાલમાં તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તો ચાલો આપણે પણ તેના આ વિડીયો તરફ નજર કરીએ અને વીડિયો નિહાળીએ.

જુઓ વિડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *