જો રૂટે કહ્યું- મેં ભલે 106 રન બનાવ્યા પરંતુ આ ભારતીય ખેલાડી બન્યો કાળ, બુમરાહથી પણ કરે છે ઘાતક બોલિંગ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાંચી ખાતે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચનો પ્રથમ દિવસ તાજેતરમાં પૂર્ણ થયો છે ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમોના ઘણા ખેલાડીઓ પ્રથમ દિવસ દરમિયાન સારું પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આ મેચ કટોકટીમાં જોવા મળી શકે છે. બીજી તરફ પ્રથમ દિવસ બાદ જો રૂટે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

પ્રથમ દિવસની વાત કરીએ તો ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું. તેઓએ પ્રથમ બેટિંગ કરીને હાલમાં 7 વિકેટે 302 રન બનાવ્યા છે. હજુ પણ તેઓ આવતીકાલે બેટિંગ કરતા જોવા મળશે. આ મેચમાં જો રૂટે 106 રન બનાવ્યા છે. તેના કારણે ઇંગ્લેન્ડની ટીમ આજે પીચ પર ટકી શકી છે. તેણે મેચ પૂર્ણ થયા બાદ આ ભારતીય ખેલાડીના ખૂબ જ વખાણ કર્યા છે.

જો રૂટે તાજેતરમાં ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે આ ખેલાડી તો બુમરાહ કરતા પણ ઘાતક નીકળ્યો છે. આજે તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. તેની કડક બોલિંગના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તે ધડાધડ વિકેટો લઇ રહ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તે ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે જો રૂટે તાજેતરમાં આકાશ દીપ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે આકાશ દીપે આજે પોતાની 17 ઓવર દરમિયાન 70 રન આપ્યા હતા અને 3 મહત્વની વિકેટો લીધી હતી. તેણે શરૂઆતમાં જ 3 વિકેટો લીધી હતી. જેના કારણે અમારા પર દબાણ મળ્યું હતું. જેથી અમારા મુખ્ય ખેલાડીઓ પેવેલિયન ભેગા થયા હતા. તે આગામી કાળ બની શકે છે.

જો રૂટે વધુમાં જણાવ્યું કે આકાશ દીપ પાસે અન્ય ઘણી આવડતો પણ રહેલી છે. આ ઉપરાંત સિરાજ અને અશ્વિને પણ ઘણી ઘાતક બોલિંગ કરી છે. જાડેજાએ પણ વિકેટ લીધી હતી. ભારતીય ટીમની બોલિંગ લાઇન ઘણી કડક જોવા મળી છે. હવે બીજો અને ત્રીજો દિવસ ખુબ જ અગત્યનો સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *