જય શાહે કર્યો ધડાકો, રોહિત-હાર્દિકને બહાર કરીને રાતોરાત આ ખેલાડીને ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે બનાવ્યો નવો કેપ્ટન…
ભારતીય ટીમે તાજેતરમાં એશિયા કપ 2023માં જબરદસ્ત જીત મેળવી છે. આ એશિયા કપ પૂર્ણ થયા બાદ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ભારતીય ટીમના કારણે ત્રણ મેચોની મહત્વની વન-ડે સિરીઝ રમાવાની છે. આ સીરીઝ ઘણી મહત્વની રહેશે. આ સિરીઝ માટે હાલમાં બીસીસીઆઈ દ્વારા તાત્કાલિક એક મોટા સમાચાર આપવામાં આવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને સતત તૈયારીઓ કરતી જોવા મળી છે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા અત્યારથી જ મોટી ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને કેપ્ટન તરીકે દરેક ખેલાડીઓ પર નજર રાખી રહ્યા છે અને મજબૂત કોમ્બિનેશન બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. બીજી તરફ હાલમાં બીસીસીઆઇ દ્વારા રોહિત અને હાર્દિકને બહાર કરીને આ ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
બીસીસીઆઇ દ્વારા વર્લ્ડ કપ પહેલા આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં આ ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. લાંબા સમય બાદ તે ટીમમાં એન્ટ્રી કરતો જોવા મળ્યો છે અને તાત્કાલિક તેને આ જવાબદારી મળી છે. ફરી એક વખત તેનું કરિયર મજબૂત બનતું જોવા મળશે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર સિનિયર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલને પ્રથમ બંને વન-ડે મેચો માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક, રોહિત અને કોહલી જેવા સિનિયર ખેલાડીઓ આ મેચમાં જોવા મળશે નહીં. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે લાંબા સમયથી બહાર હતો પરંતુ હવે ફરી એક વખત તેની શાનદાર વાપસી થઈ છે. તેણે આવતાની સાથે જ સારું પ્રદર્શન પર કર્યું છે.
રાહુલની આગેવાની હેઠળ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે જબરદસ્ત પ્રદર્શન કરતી જોવા મળશે. ત્યારબાદ ત્રીજી મેચમાં રોહિત અને હાર્દિક જોવા તમામ ખેલાડીઓની વાપસી થશે. ઓસ્ટ્રેલિયા સિરીઝ પૂર્ણ થયા બાદ વર્લ્ડ કપ 2023ની ભવ્ય શરૂઆત થશે. સતત બે મહિના સુધી તમામ વિદેશી ખેલાડીઓ ભારતીય ધરતી પર વર્લ્ડ કપમાં ધમાલ મચાવતા જોવા મળશે.