ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની અટકળો પર જાડેજાની પત્ની રિવાબાએ તોડ્યું મૌન, કહી દીધી આ મોટી વાતો…

ભારતીય ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરના રોજ શરૂ થવાનો છે. ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ થઇ ચૂકી છે. આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાશે. સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો ઓપનિંગ ખેલાડી રોહિત શર્મા હાથમાં થયેલી ઇજાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે.

આ બધાની વચ્ચે રવિન્દ્ર જાડેજાની નિવૃતિને લઇને સમાચાર સામે આવ્યા હતા. રવિન્દ્ર જાડેજા ભારતનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડી છે અને તે ભારતની ટીમમાં ત્રણેય ફોર્મેટમાં સ્થાન ધરાવે છે. ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાને કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો હતો.

આ બાબતે રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ખોટા મિત્રો અફવા પર ધ્યાન રાખે છે અને સાચા મિત્રો અમારા પર વિશ્વાસ કરે છે. સન્યાસને લઇને આ વાતો સોશિયલ મીડિયા પર ફેલાઇ ગઇ હતી. અમુક માધ્યમોએ તો એવું જણાવ્યું હતું કે તેમના ખાસ મિત્ર સાથે વાત થઇ છે. છેલ્લા બે દિવસથી આવી અફવાઓ સામે આવતા મીડિયાએ જાડેજાના ધર્મપત્ની રિવાબા સાથે સીધી વાત કરી.

રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા એ વાતચીત દરમિયાન જણાવ્યું કે આ વાતો ગેરમાર્ગે દોરનારી છે અને સોશિયલ મીડિયા પર આવી અફવા ફેલાવતા મીડિયાને ટકોર કરી હતી. રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે રવિન્દ્ર તાજેતરમાં ત્રણેય ફોર્મેટમાં જબરદસ્ત ફોર્મમાં છે. સન્યાસને લઇને વિચારવા માટે કોઇ સ્થાન નથી. મારી વિનંતી છે કે આવી અફવાઓથી ગેરમાર્ગે દોરાશો નહીં.

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં જાડેજાને કોણીના ભાગે ઇજા થઇ હતી. આ ઇજા ગંભીર હોવાને કારણે પાંચ થી છ મહિના સુધી આરામ પર રહેવું પડશે. સાઉથ આફ્રિકા સિરીઝ બાદ શ્રીલંકા સામેની સિરીઝમાં પણ તે આરામ પર રહેશે. જો તે સર્જરી કરાવશે તો જલ્દી ફિટ થશે અને આઇપીએલમાં રમતો જોવા મળશે.

જાડેજાના સંન્યાસને લઇને ચાલતા વિવાદ પર રીવાબાએ પૂર્ણવિરામ મૂક્યું છે. રવિન્દ્ર જાડેજા ભારત માટે અગત્યનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તે બેટિંગ, બોલીંગ ઉપરાંત જબરદસ્ત ફિલ્ડિંગ કરે છે. આ ઉપરાંત ઘણી મેચોમાં ભારત માટે મેચવિનર સાબિત થયો છે. ઘણા લાંબા સમય બાદ રવિન્દ્ર જાડેજા આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતો જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *