જાડેજાની થઇ વાપસી, ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે થઇ ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન…

ભારતીય ટીમ 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમતી જોવા મળી છે. ઘર આંગણે રમાનાર આ ટેસ્ટ સિરીઝ 13 માર્ચ સુધી રમાવાની છે. ચાર મેચોની આ સિરીઝ બંને ટીમો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ત્યારબાદ 17 માર્ચથી 22 માર્ચ સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘર આંગણે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. બંને ટીમોના ખેલાડીઓ માટે આ સિરીઝ પણ મહત્વપૂર્ણ રહેશે.

છેલ્લા ઘણા સમયથી આગામી વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા મજબૂત ટીમ બનાવી રહ્યો છે. તે હવે દરેક ખેલાડી પર ધ્યાન રાખતો નજરે આવ્યો છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ છે. ફરી એકવાર ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર એક નજર કરીએ અને જાણીએ કે કોને સ્થાન મળ્યું છે.

સૌપ્રથમ બેટ્સમેનોની વાત કરીએ તો રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ ખેલાડીઓ હાલમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યા છે. વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો કેએલ રાહુલ અને ઇશાન કિશનને સ્થાન આપવામાં આવ્યું છે. તે બંને પણ વનડે ફોર્મેટમાં ઘણું સારું પ્રદર્શન કરી શકે છે.

ઓલ રાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ બંનેમાં મજબૂત પ્રદર્શન કરી શકે છે અને જીત અપાવી શકે છે. બોલિંગ લાઇનમાં સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને સ્થાન મળ્યું છે. આ બંનેની જોડી અત્યાર સુધી ઘણી વિકેટ અપાવી ચૂકી છે.

ફાસ્ટ બોલીંગ લાઇનની વાત કરીએ તો મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને જયદેવ ઉનડકટને સ્થાન આપવામાં આવ્યું છે. જયદેવ ઉનડકટની વાત કરીએ તો તે છેલ્લા 10 વર્ષથી તે ટીમમાં જોવા મળ્યો નહોતો. હાલમાં તેના સારા પ્રદર્શનના કારણે તેને સ્થાન આપવામાં આવ્યું છે. આ મજબૂત ટીમ સાથે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝમાં જોવા મળશે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *